ભારત, રશિયા અને ચીન સાથે મળીને ચંદ્ર પર પરમાણુ પ્લાન્ટ શરૂ કરશે

  • September 09, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત , રશિયા અને ચીન સાથે મળીને ચદ્રં પર પરમાણુ પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે તૈયારી કરી રહ્યા છે. જોકે, આ અંગે ભારત કે ચીન સરકાર તરફથી સત્તાવાર રીતે કઈં કહેવામાં આવ્યું નથી. ખાસ વાત એ છે કે આ એવા સમયે થઈ રહ્યું છે યારે ભારત વર્ષ ૨૦૪૦ સુધીમાં ચદ્રં પર મનુષ્યને મોકલવાની અને બેઝ સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યું છે.
એક રિપોર્ટમાં રશિયન એજન્સી તાસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ બાબતનો ઉલ્લેખ રોસાટોમ ચાઈના એલેકસી લિખાચેવ દ્રારા કરવામાં આવ્યો છે. રોસાટોમ રશિયાની ન્યુકિલયર એજન્સી કોર્પેારેશન છે, જેના ભારત સાથે સંબંધો છે.
રોસાટોમની આગેવાની હેઠળના આ પાવર પ્રોજેકટ હેઠળ એક નાનો પરમાણુ પ્લાન્ટ બનાવવામાં આવનાર છે. આ પ્લાન્ટ જરિયાત મુજબ ઉર્જા ઉત્પન્ન કરી શકશે. લિખાચેવે કહ્યું કે ભારત અને ચીન આ પ્રોજેકટનો હિસ્સો બનવા માંગે છે. મે મહિનામાં પણ રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસે કહ્યું હતું કે ન્યુકિલયર પાવર પ્લાન્ટ પર કામ ચાલી રહ્યું છે અને તે ચદ્રં પર સ્થાપિત થશે.
તાસના જણાવ્યા અનુસાર, રોસાટોમની આગેવાની હેઠળના ચદ્રં પાવર પ્રોજેકટનો ઉદ્દેશ્ય એક નાનો પરમાણુ પાવર પ્લાન્ટ બનાવવાનો છે જે અડધા મેગાવોટ સુધી ઉર્જા ઉત્પન્ન કરવામાં સક્ષમ છે, જે આધાર માટે જરી શકિત પ્રદાન કરે છે.
આ રિએકટર રશિયા અને ચીનના સંયુકત પ્રયાસોથી બની રહેલા બેઝને ઉર્જા પ્રદાન કરશે. વર્ષ ૨૦૨૧માં રશિયા અને ચીને ઈન્ટરનેશનલ લુનર રિસર્ચ સ્ટેશન નામના ચદ્રં પર બેઝ બનાવવાની જાહેરાત કરી હતી. આ પ્રોજેકટ તબક્કાવાર વર્ષ ૨૦૩૫ અને ૨૦૪૫માં લોન્ચ કરવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News