ભારતનો જીડીપી વૃદ્ધિદર 2026માં વધીને 7 ટકા થઈ જશે: એસએન્ડપી

  • November 29, 2023 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે મંગળવારે જણાવ્યું હતું કે ચીનના 4.6 ટકાની સરખામણીએ ભારતનો જીડીપી વૃદ્ધિ દર 2026 સુધીમાં વધીને 7 ટકા થશે. ’ચાઈના સ્લોઝ ઈન્ડિયા ગ્રોઝ’ શીર્ષક હેઠળના અહેવાલમાં, એસએન્ડપીએ જણાવ્યું હતું કે તે અપેક્ષા રાખે છે કે એશિયા-પેસિફિકનું ગ્રોથ એન્જિન ચીનથી દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયા તરફ જશે.


ચીનની જીડીપી વૃદ્ધિ ધીમી પાડીને 2024માં4.6 ટકા, 2025માં 4.8 ટકા અને 2026માં 4.6 ટકા થઇ જવાનો અમે અંદાજ લગાવીએ છીએ. અમે ભારતને 2026માં 7.0 ટકા સુધી પહોંચતા જોઈએ છીએ; તેમ કહેતા એસએન્ડપીએ ઉમેર્યું હતું કે વિયેતનામ, 6.8 ટકા (4.9 ટકા); ફિલિપાઇન્સ, 6.4 ટકા (5.4 ટકા); અને ઇન્ડોનેશિયા 5 ટકા પર સ્થિર રહેશે.


યુએસ સ્થિત રેટિંગ એજન્સીએ સોમવારે ભારતનો જીડીપી ચાલુ નાણાકીય વર્ષમાં અને આગામી સમયમાં 6.4 ટકાના દરે વધવાનો અંદાજ મૂક્યો હતો. 2025 માટે તેણે વૃદ્ધિ દર વધીને 6.9 ટકા થવાનો અંદાજ મૂક્યો હતો, ત્યારબાદ 2026માં 7 ટકા થશે તેવો  અંદાજ મુક્યો હતો. એસએન્ડપી એ જણાવ્યું હતું કે એશિયા-પેસિફિકની મધ્યસ્થ બેન્કો વ્યાજદર ઊંચા રાખે તેવી શક્યતા છે. સાથે જ, મધ્ય પૂર્વમાં વિસ્તરતો સંઘર્ષ વૈશ્વિક પુરવઠા શૃંખલાને નુકશાન કરી શકે છે અને ઊર્જા ખર્ચમાં વધારો કરી શકે છે, ફુગાવાને વેગ આપી શકે છે.

એનજીર્ અને ડિમાન્ડ શોક રિસ્ક નામના ચેપ્ટરમાં એસએન્ડપીએ જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઈ ને કારણે એશિયા-પેસિફિકની વૃદ્ધિને ક્રુડના ભાવો આંચકા આપી શકે તેમ છે. અમે 2024માં પ્રદેશની વૃદ્ધિ (ભૂતપૂર્વ ચીન) માટેના અમારા અંદાજને 4.4 ટકાથી ઘટાડીને 4.2 ટકા કર્યો છે. એ જણાવ્યું હતું કે નિકાસ-કેન્દ્રિત મેન્યુફેક્ચરિંગ વધુ ખરાબ હોવાથી ઉદ્યોગોની સંભાવનાઓ પણ અલગ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application