ભારતની અર્થવ્યવસ્થા આગામી કેટલાક વર્ષોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરવા જઈ રહી છે. એવો અંદાજ છે કે, વર્ષ 2030 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થાનું કદ વધીને 7 ટ્રિલિયન ડોલર થઈ શકે છે. અગ્રણી વૈશ્વિક બેન્કર જે.પી. મોર્ગનનું કહેવું છે કે, મજબૂત નેતૃત્વથી આ લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે.
આ અંગે વાત કરતા જે.પી. મોર્ગનના સીઈઓ અને ચેરમેન જેમી ડિમોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, જો ભારતને પીએમ મોદી જેવા મજબૂત નેતૃત્વનો લાભ મળતો રહેશે તો 2030ના અંત સુધીમાં 7 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યને હાંસલ કરી શકાશે.
તેમણે પીએમ મોદી દ્વારા બનાવવામાં આવેલ ડિજિટલ અને ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી છે. જે.પી. મોર્ગનના સીઈઓએ જણાવ્યું હતું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતાને કારણે અદ્યતન ઉત્પાદનોનું ઉત્પાદન કરતી અને સેવાઓ પૂરી પાડતી બહુરાષ્ટ્રીય કંપ્નીઓ ભારત તરફ આકષર્ઈિ રહી છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું- અમે અહીં ભારતમાં સૌથી મોટી ઈન્ટરનેશનલ પેમેન્ટ સિસ્ટમ્સમાંથી એક છીએ. તમે લોકો જે પણ કરી રહ્યા છો, તે તમને આગળ લઈ જશે. આ (7 ટ્રિલિયન ડોલરની જીડીપી) હાંસલ કરી શકાય છે. આ માટે તમને મજબૂત નેતૃત્વની જરૂર છે, જે હાલમાં તમારી પાસે પીએમ મોદીના રૂપમાં છે.
ભારત સરકારે 2030 સુધીમાં દેશને 7 ટ્રિલિયનની અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. હાલમાં ભારતના જીડીપીનું અંદાજિત કદ 4 ટ્રિલિયન ડોલરની આસપાસ છે. સરકાર આગામી 6 વર્ષમાં જીડીપીનું કદ લગભગ બમણું કરવા મજબૂત પ્રયાસો કરી રહી છે. આ માટે બેઝિક સ્ટ્રક્ચર પર ઘણું કામ કરવામાં આવી રહ્યું છે. મેન્યુફેક્ચરિંગ વધારવા માટે સરકાર પીએલઆઈ સ્કીમ લઈને આવી રહી છે. આ તમામ પ્રયાસો એટલા માટે છે કે 7 ટકાથી વધુનો વિકાસ દર હાંસલ કરી શકાય.
ભારત ઘણા વર્ષોથી વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર રહ્યું છે. આઈએમએફ અને વિશ્વ બેંક જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ભારતને વૈશ્વિક વિકાસનું એન્જિન ગણાવ્યું છે. જે.પી. મોર્ગનના એક દિવસ પહેલા ડેલોઈટે ભારતીય અર્થવ્યવસ્થા પર પોતાના અંદાજો આપ્યા હતા. ડેલોઇટે કહ્યું હતું કે, એક દાયકામાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. હાલમાં, ભારત અમેરિકા, ચીન, જર્મની અને જાપાન પછી પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech