પોરબંદરની શિશુકુંજ સંસ્થામાં સ્પેશ્યલ બાળકો સાથે સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયુ

  • August 21, 2024 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરની શિશુકુંજ સંસ્થામાં સ્પેશ્યલ બાળકો સાથે સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયુ હતુ.
રોટરી ક્લબ ઓફ પોરબંદરે શ્રેષ્ઠ ઉદાહરણ પૂ‚ં પાડ્યું, જ્યારે તેમણે પોરબંદરની શીશુકુંજ શાળા, જ્યાં સ્પેશિયલી એબલ્ડ બાળકો અભ્યાસ કરે છે, સાથે મળીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી.આ પ્રસંગે, રોટરી ક્લબના પ્રમુખ રોટરીયન દિવ્યેશ સોઢાએ સ્વતંત્રતા દિવસ પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. સાથે જ આ શાળા માં અભ્યાસ કરતા બાળકો સ્પેશિયલ ટ્રેનિંગ ના કારણે તેમની માનસિક ક્ષમતા માં સુધારો થતા પગભર થયા છે તે અંગે જણાવ્યું. રો. દિવ્યેશ સોઢાએ કહ્યું, રોટરી ક્લબ માટે ગૌરવની વાત છે કે અમે તેમની પ્રગતિમાં સહભાગી બની રહ્યા છીએ.
આ વિશેષ પ્રસંગે, ક્લબના સભ્યો અને વિદ્યાર્થીઓ રાષ્ટ્રગીત ગાઈ, રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ કાર્યક્રમના અંતે, બાળકોને સ્વાદિષ્ટ નાસ્તો  આપવામાં આવ્યો. આ અનોખી ઉજવણીએ શાળાના વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કર્યો, અને રોટરી ક્લબના સભ્યો માટે પણ આ દિવસ યાદગાર બની રહ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application