જૂનાગઢમાં પીટીએસ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

  • August 16, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢમાં કૃષિ અને જિલ્લા પ્રભારી મંત્રી  રાઘવજીભાઈ પટેલે  પોલીસ તાલીમ મહાવિધાલયના ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કયુ હતું. આ સાથે તેમણે રાષ્ટ્ર્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કયુ હતુ.ત્યારબાદ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાને જૂનાગઢ જિલ્લાના વિકાસ કાર્યેા માટે રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કર્યેા હતો.
ભારતીય સંસ્કૃતિનું આધાત્મિક અને ઐતિહાસિક વિરાસતનું કેન્દ્ર એવા જૂનાગઢનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું કે, આઝાદીની ચળવળ વખતે જૂનાગઢનાં નવાબે આ પ્રદેશને પાકીસ્તાનમાં જોડવાની જાહેરાત કરી ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલ અને મહાત્મા ગાંધીજીએ જૂનાગઢની ચિંતા કરી શામળદાસ ગાંધી, રતુભાઇ અદાણી અને પુષ્પાબહેન મહેતા જેવા આ ભુમિનાં કર્મવીરોને જવાબદારી સોંપી અને તેઓએ પણ પ્રજાને જાગૃત કરવાનું એક અભિયાન ઉપાડુ અને ત્રણ મહિનાની આરઝી  હકુમતની લડાઇ બાદ જૂનાગઢનું  ભારત દેશ સાથે જોડાણ થયું હતું.ઇતિહાસની એરણ ઉપર ચળકતા તારલા જેવાં આ જૂનાગઢ જિલ્લાને પ્રગતિની વિકાસની નવીનતમ ઉચાઈ પર લઇ જવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજય સરકાર કટિબદ્ધ છે.
જૂનાગઢમાં આવેલા રાષ્ટ્ર્રીય કક્ષાના મગફળી સંશોધન નિર્દેશાલય દ્રારા ૮૦ ટકા ઓલિક એસિડ ધરાવતી બે ઉચ્ચ ઓલિક મગફળીની જાતો ગિરનાર–૪  અને ગિરનાર–૫  વિકસાવી છે. આ હાઈ ઓલીક સીંગદાણાનું તેલ અને સીંગદાણા હૃદયના રોગો માટે ફાયદાકારક છે. તેમ જણાવતા મંત્રીએ લોકોના આરોગ્ય માટે આશીર્વાદપ મગફળી જાતો વિકસાવવા માટે મગફળી સંશોધન નિર્દેશાલયના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.
આન, બાન અને શાન સાથે થયેલી આ રાષ્ટ્ર્રીય પર્વની ઉજવણીમાં વિધાર્થીઓએ દેશભકિતસભર અને રંગારગં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉપરાંત ડોગ શો પણ રજૂ કરવામા આવ્યો હતો.આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે વિશિષ્ટ્ર સિદ્ધિ હાંસલ કરનાર રમતવીરો અને સરકારી સેવામાં ઉત્કૃષ્ટ્ર યોગદાન આપનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.  
કાર્યક્રમના અંતે મંત્રી  રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પોલીસ તાલીમ મહાવિધાલયના પરિસરમાં વૃક્ષારોપણ કયુ હતું. સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, અરવિંદભાઈ લાડાણી, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, કમિશનર ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી  નીતિન સાંગવાન, આસિસ્ટન્ટ કલેકટર ઐશ્વર્યા દુબે, જિલ્લા પોલીસ વડા  હર્ષદ મહેતા, નાયબ વન સંરક્ષક  અક્ષય જોશી, નિવાસી અધિક કલેકટર એન.એફ. ચૌધરી, ડીઆરડીએ નિયામક  જાડેજા, અધિકારી  ચરણસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ પ્રમુખ  કિરીટભાઈ પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા સહિતના પદાધિકારી અધિકારી વિધાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા


જૂનાગઢમાં મધુર સોશિયલ ગ્રુપ દ્રારા મહાબત મકબરા ખાતે સ્વાતંય પર્વ ઉજવાયો
જૂનાગઢમાં અને સૌરાષ્ટ્ર્ર માં સામાજિક સેવા પ્રવૃત્તિ કરતા મધુર સોશિયલ ગ્રુપ દ્રારા સ્વાતંય પર્વની ઉજવણી અંતર્ગત ઐતિહાસિક મકબરા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મધુર સોશિયલ ગ્રુપના પ્રમુખ સલીમભાઈ ગુજરાતીના માર્ગદર્શન હેઠળ શહેરના રાજકીય સામાજિક આગેવાનો વિધાર્થીઓ જોડાયા હતા. તેમજ સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ જે.બી માકડના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.
આ તકે સલીમભાઈ ગુજરાતી એ જણાવ્યું હતું કે દર વર્ષે વિવિધતમ રીતે સ્વાતંય પર્વની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે ઐતિહાસિક અને રક્ષિત સ્મારક એવા મહાબત મકબરા ખાતે દેશભકિતના સંદેશા સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ , સેવાભાવી સંસ્થાઓ સંતો, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાતંય પર્વની ઉજવણીના યોજાયેલ કાર્યક્રમમાં સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ જે.બી. માંકડ,
રશ્મિબેન વિઠલાણી, સેક્રેટરીજે  આઇ ભટ્ટ,લલિતભાઈ દવે, વજુભાઈ હીરપરા, તેમજ રમેશભાઈ મહેતા,ધનેશભાઈ રાયગુ ,જિતેન્દ્ર ભાઇ ઝાલા ,પુષ્પાબેન પંડા, ઉર્વિબેંન માંકડ, દીપ્તિબેન ઝાલા,ચંદ્રિકાબેન મહેતા,કિશોરભાઈ પંડા,ગીરીશભાઈ પુરોહિત દિલીપભાઈ ઠાકર, કિશોરભાઈ ત્રિવેદી સહિતનાઓ દેશભકિતના કાર્યક્રમમાં જોડાયા હતા


જૂનાગઢ મહાનગરપાલિકામાં કમિશનરના હસ્તે ધ્વજવંદન કરાયું
જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા ૭૮માં સ્વાતંય દિવસ નિમિતે આઝાદ ચોક મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશનર ડો.ઓમ પ્રકાશના  હસ્તે  ધ્વજ વંદન કરાયું હતું. તેમજ સફાઈ કર્મચારીઓને શ્રે કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ તકે નાયબ કમિશનર એ.એસ.ઝાંપડા, આસિ.કમિશનર (વ) જયેશ વાજા, આસિ.કમિશનર (ટે) કલ્પેશ જી ટોલિયા, તમામ શાખાધિકારીઓ કર્મચારીઓ, પોલીસ જવાનો, ફાયર સ્ટાફ, તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application