જી.હોસ્પિટલમાં ઓપીડી હાઉસફુલ: ૩૦૦ કેસ નોંધાયા: આજે પણ દર્દીઓની લાઇન શરુ: ખાનગી હોસ્પિટલમાં ૨૫૦થી વધુ દર્દીઓ નોંધાયા: ગામડાઓમાં પણ વાયરલ ઇન્ફેકશનના કેસોથી લોકો પરેશાન
શિયાળો આ વખતે જાણે શરમાઇ-શરમાઇને આગળ વઘ્યો હોય એવી પ્રતીતિ થઇ, કારણ કે ન તો કડાકાનો ઠંડી પડી છે અને ન તો ઠંડીએ વિદાય લીધી છે, મતલબ કે બેવડી ઋતુના કારણે લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડી રહી છે અને ખાસ કરીને સરકારી જી.જી.હોસ્પિટલ તેમજ ખાનગી કલીનીકોમાં તાવ, શરદી, ઉધરસ, વાયરલ ફીવરના દર્દીઓની સંખ્યામાં ભારેખમ વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં જી.જી.હોસ્પિટલમાં ૩૦૦થી વધુ અને ખાનગી હોસ્પિટલમાં ૨૫૦થી વધુ દર્દીઓ રોગના ભરડામાં સપડાયા છે, ૧૫-૧૫ દિવસ સુધી શરદી, ઉધરસ મટતા નથી અને લોકો ભારે પરેશાન થઇ રહ્યા છે ત્યારે ખાનગી હોસ્પિટલની ઓપીડી પણ હાઉસફુલ થઇ ગઇ છે.
છેલ્લા બે અઠવાડીયામાં શિયાળાની વિદાયના ચિન્હો દેખાયા બાદ ફરી ગરમી પણ વધી છે, કેટલાક ગામોમાં તાપમાન ૩૭ થી ૩૯ ડીગ્રી સુધી પહોંચી ગયું છે, જામનગર જિલ્લામાં મિશ્ર ઝતુ જેવું વાતાવરણ સર્જાયું છે. આ ઉપરાંત ઠંડો કાતિલ પવન ફૂંકાયા રાખે છે. પરિણામે વાયરલ સિઝનલ શરદી તાવના રોગચાળાએ માથું ઉંચક્યું હોય તેમ જામનગરની જી.જી. હોસ્પિટલ, ૩૩ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરમાં કોર્પોરેશનના ૧૨ દવાખાનાઓમાં શરદી-સુકી ઉધરસ અને ઝીણા તાવના દર્દીઓ મોટા પ્રમાણમાં આવવા લાગ્યા છે.
માત્ર જી.જી. હોસ્પિટલની વાત કરીએ તો આ હોસ્પિટલમાં દૈનિક ૩૦૦થી વધુ દર્દીઓની ઓપીડીમાં દૈનિક લાંબી કતારો લાગે છે. જેમાં મેડીસીન વિભાગની ઓપીડીમાં મોટાભાગના પેશન્ટ શરદી-તાવ, એકલો તાવ કે ખાલી શરદી અથવા વાયરલ શરદી-તાવની ફરિયાદ લઈને આવે છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે દૈનિક આવા ૨૦૦ જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે જેમાં ૩૦થી વધુ દર્દીઓને દાખલ પણ કરવામાં આવે છે. જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ૩૩ પાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૬ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફેબ્રુઆરીના ૧૩ દિવસોમાં સિઝનલ શરદી-તાવના ૫૪૯૦ કેસ નોંધાયા છે. જામનગર શહેરના ખાનગી દવાખાનાઓ પણ આવા દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ હસ્તકના ૧૨ અર્બન આરોગ્ય ક્ધદ્રોમાં પણ જાન્યુઆરીમાં ૧૬૧૩ અને ફેબ્રુઆરી માસમાં શરદી-ઉધરસ-તાવના મિશ્રિત લક્ષણોના કુલ પપ૬ દર્દીઓ નોંધાયા છે. જયારે માર્ચ મહીનામાં ગઇકાલ સુધીમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ૨ હજારથી વધુ દર્દીઓ દવા લેવા આવ્યા છે તેમ જાણવા મળે છે. આમ સિઝનલ એનો વાયરલ શરદી-ખાંસી-તાવનો રોગચાળો હાલ સર્વત્ર વ્યાપ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
***
શરદી, ઉધરસ ૧૫-૧૫ દિવસ સુધી મટતા નથી: લોકો પરેશાન
જામનગરમાં છેલ્લા કેટલાક દિવસથી રોગચાળો શરુ થયો છે, ખાસ કરીને ગળુ બેસી જવું, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેકશન અને તાવના કેસોમાં નોંધપાત્ર વધારો થઇ ચૂકયો છે, એટલું જ નહીં એક વાર ઉધરસ થયા બાદ કેટલાક દર્દીઓને ૧૫-૧૫ દિવસ સુધી ઉધરસ મટતી નથી, કેટલાક લોકો ઘરગથ્થુ ઉપાય પણ કરે છે, ત્યારે ડોકટરોના જણાવ્યા મુજબ વાયરલ ઇન્ફેકશનના કેસો વધતા ગયા છે, પાંચ-પાંચ દિવસ સુધી તાવ પણ ઉતરતો નથી, બપોરે આકરો તાપ શરુ થયો છે એટલે લોકોને બપોરે ૧૨ થી ૪ આકરા તાપમાં બહાર ન નિકળવા સલાહ પણ આપવામાં આવી છે, કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા એક ગાઇડલાઇન પણ બહાર પાડવામાં આવી છે.
***
લુ લાગવાથી બચવાના ઉપાયો
ગરમીમાં શકય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવં, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા,ટોપી, ચશ્માં,છત્રીનો ઉપયોગ કરવો, ભીનાં કપડાંથી માથ ઢાંકી રાખો, વારંવાર ઠંડુ પાણી પીવું, લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નાળીયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ, ઓ.આર.એસ. વગેરે પૃષ્કળ પ્રમાણમાં પીવા, ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચે આવે ત્યારબાદ જ નહાવું, દિવસ દરમ્યાન ઝાડ નીચે ઠંડક અને છાંયામાં રહેવું, નાના બાળકો, સગર્ભા માતાઓ,વૃધ્ધો તથા અશકત અને બિમાર વ્યકિતઓએ તડકામાં વિશેષ કાળજી લેવી.
***
લૂ લાગવાના લક્ષણો
માથં દ:ખવું, પગની પીંડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખુબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલ્ટી થવી, ઉબકા આવવા, ચકકર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધ-બુધ ગુમાવી દેવી, આતે ગંભીર કિસ્સામાં ખેંચ આવવી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech