રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ગઇકાલે રવિવારથી સૂકા લાલ મરચાની આવક શ કરાતા ફકત ત્રણ કલાકમાં સાત લાખ કિલો મરચાની આવક નોંધાઇ હતી.
વિશેષમાં યાર્ડના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રતિ ભારી દીઠ ૪૦ કિલોના વજનની ૧૭૫૦૦ ભારીની આવક થતા આજની હરાજીમાં કુલ સાત લાખ કિલો સૂકા લાલ મરચાની આવક થઇ હતી. યારે પ્રતિ ૨૦ કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર .૨૦૦૦થી ૪૦૦૦ સુધી રહ્યો હતો. ટોપ કવોલિટીના દેશી ઘોલર મરચાનો ભાવ .૪૦૦૦ સુધી રહ્યો હતો. રાજકોટ તાલુકાના ગામોમાં મરચાનું વાવેતર અને ઉત્પાદન વધતા યાર્ડમાં ચિક્કાર આવકો થઇ રહી છે, હાલ સુધી મરચાના વ્યાપારમાં ગોંડલ યાર્ડની મોનોપોલી હતી પરંતુ હવે રાજકોટ યાર્ડમાં પણ દિન પ્રતિદિન મરચાનો વ્યાપાર વધ્યો છે. આગામી પખવાડિયાના અંતથી મરચા સહિતના મસાલા પાકોની આવક હજુ વધશે તેવો નિર્દેશ વેપારી વર્તુળોએ આપ્યો હતો. અલબત્ત આજે પુષ્કળ આવક થતા હવે ઉપલબ્ધ જથ્થાનો નિકાલ ન થાય ત્યાં સુધી આવક બધં કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદર 12 માંથી એક બાળક બની રહ્યું છે ઓનલાઈન જાતીય શોષણનો શિકાર
January 23, 2025 10:37 AM‘ટ્રમ્પની હત્યા થશે, રશિયા અનેક ટુકડામાં વિખેરાઈ જશે’
January 23, 2025 10:35 AMમહિલાઓની તુલનાએ પુરુષોના કદ-વજનમાં ઝડપથી વૃદ્ધિ
January 23, 2025 10:33 AMજામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન
January 23, 2025 10:32 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech