ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગુંદાળા ગામના પ્રખ્યાત યુટુબર દિનેશ સોલંકી, જેઓ 'રોયલ રાજા' તરીકે ઓળખાય છે, તેમના પર ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ની મધરાત્રીએ ગંભીર હત્પમલો થયો હતો. ઘટનાની ફરિયાદની વિગત મુજબ, દિનેશ સોલંકી ઘંટિયા ગામના ફાટક નજીક રાત્રે રીલ બનાવી રહ્યા હતા, ત્યારે ત્રણ કારમાં આવેલા ૧૦થી વધુ શખ્સોએ, જેમાં બે મહિલાઓ પણ સામેલ હતી, તેમણે અપહરણ કયુ હતું. આ શખ્સોએ તેમને ગોળના રાબડામાં લઈ જઈ, નિર્વક્ર કરી, લાકડીઓથી ઢોર માર માર્યેા હતો. આ દરમિયાન, આરોપીઓએ કીર્તિ પટેલને વીડિયો કોલ કરતા કીર્તિ પટેલે દિનેશની મૂછ અને વાળ કાપવાની સૂચના આપતા, હત્પમલાખોરોએ દિનેશની મૂછ અને વાળ કાપી નાખી તેની પાસે રહેલા ૨૮,૦૦૦ પિયા અને સોનાની ચેઈન પણ લૂંટી લઈ હત્પમલાખોરોએ પોલીસ ફરિયાદ કરી, તો જાનથી મારી નાખશું, એવી ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
ફરિયાદને પગલે પોલીસે આ મામલે બે આરોપીઓ સિધ્ધરાજસિંહ ભુપતસિંહ ચુડાસમા રહેવાસી થરેલી મોડાસા ગેટ પાસે વાડી વિસ્તાર અને કૃષ્ણ સિંહ ઉર્ફે મુન્નો મોહબ્બતસિંહ ચુડાસમાની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ માટે પાંચ ટીમો કાર્યરત કરી છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે, આ ઘટના પાછળ સોશિયલ મીડિયા ઈન્લુએન્સર્સ વચ્ચેનો વિવાદ કારણભૂત છે. જેમાં દિનેશ સોલંકી તેમના 'રોયલ રાજા ૩૨' યુટુબ ચેનલ પર કોમેડી વિડિઓઝ માટે જાણીતા છે, જેમાં ૧.૬૨ લાખ સબ્સ્ક્રાઇબર્સ છે. તાજેતરમાં, યુટુબર નીતિન જાની ઉર્ફે 'ખજૂરભાઈ' અને કીર્તિ પટેલ વચ્ચેના વિવાદમાં, દિનેશ સોલંકીએ 'ખજૂરભાઈ'ના સમર્થનમાં પોસ્ટ મૂકી હતી, જે કારણે કીર્તિ પટેલના સમર્થકો સાથે તેમનો વિવાદ વધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે નિકટતા વધી, 54 વર્ષમાં પહેલીવાર સીધો વેપાર શરૂ
February 24, 2025 02:57 PMપાકિસ્તાન મંદિરો અને ગુરુદ્વારાના નવીનીકરણ માટે 1 અબજ ખર્ચશે
February 24, 2025 02:56 PMદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech