આજે સાંસદ પૂનમબેન માડમના હસ્તે ઉદઘાટન: જામનગરવાસીઓને મળશે લાભ: લાઇબ્રેરીમાં ૭૦હજારથી વધુ પુસ્તકો, સાઉન્ડપ્રૂફ કોન્ફરન્સ રૂમ, સિનિયર સિટિઝન વિભાગ, આધુનિક કોમ્પ્યુટર સાથે ઈ-લાઇબ્રેરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતઓ વિભાગ, ગ્રંથાલય ખાતા હસ્તકની સરકારી જિલ્લા પુસ્તકાલય જામનગર તા. ૧૪-૦૩-૧૯૬૨ થી જામનગરની જાહેર જનતા માટે કાર્યરત છે. આ લાઈબ્રેરીને વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂા. એક કરોડના ખર્ચે સ્માર્ટ લાઈબ્રેરી બનાવવાની કામગીરી પૂર્ણ થયેલ છે. આજે નવી બનેલ સ્માર્ટ લાઈબ્રેરી તથા ઈ-લાઈબ્રેરી નું ઉદ્ઘાટન સંસદ પૂનમબેન માડમના હસ્તે સવારે ૧૦ કલાકે કરવામાં આવ્યું હતું.
નવી બનેલી સ્માર્ટ લાઈબ્રેરીમાં શરૂ કરેલ સુવિધાઓમાં પુસ્તક આપે- લે વિભાગમાં ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી ભાષાના ૭૦,૦૦૦ હજારથી તમામ પુસ્તકો કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવેલ છે. વાચકોને પુસ્તક વધારે પુસ્તકોનો ખજાનો શોધવા કોમ્પ્યુટરમાં સીસ્ટમની સુવિધા કરવામાં આવી છે. વિદ્યાર્થી વાચનાલય વિભાગમાં વિદ્યાથીઓ અને વિદ્યાર્થીનીઓ માટે અલગ અલગ રૂમોની બેઠક વ્યવસ્થા. તમામ ફર્નિચર નવું અને આધુનિક મૂકવામાં આવેલ છે ઉપરોકત રૂમમાં ૮,૦૦૦ થી વધારે સ્પર્ધાત્મક પરિક્ષાને લગતા પુસ્તકોની વ્યવસ્થા રાખવામાં આવી છે. સંદર્ભ વિભાગમાં પી.એચ.ડી.તથા ઉચ્ચ અભ્યાસમાં સંસોધન કાર્યમાં મદદરૂપ થાય તેવા ૨,૦૦૦ થી વધારે પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી છે. બાળ વિભાગમાં નાના બાળકો માટે બાળ પુસ્તકો સાથે નવા ફર્નિચર ની વ્યવસ્થા ઉભી કળવામાં આવી છે. સર્કિંગ ઝોન વિભાગમાં આધુનિક કોમ્પ્યુટર સાથે પુસ્તક-વાચન માટેની ઈ-લાઈબ્રેરીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સિનિયર સિટીજિન વિભાગ માટે ૧૫ થી વધારે ન્યુઝ પેપર અને ૪૦ થી વધારે મેગેઝીન સાથે આરામ દાયક ફર્નિચરની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ અદ્યતન લાયબ્રેરીમાં એ.વી.રૂમ વિભાગમાં ૮૩ નું સ્માર્ટ ડીઝીટલ , સાથે સાઉન્ડપ્રૂફ કોન્ફરન્સ રૂમ ની વ્યવસ્થા રાખવામાં આવી છે. ૨૦ થી વધારે કેમેરાથી લાયબ્રેરી સુરક્ષિત કરવામાં આવેલ છે. પુસ્તકાલયના તમામ વિભાગોમાં આકર્ષિત દિવાલોમાં રંગરોગાન, પુરતી લાઈટો, પંખાઓ, પ્લાન સાથે પીવાના પાણી માટેના કુલરની વ્યવસ્થા, લાઈબ્રેરીના બહારના કમ્પાઉન્ડમાં સિમેન્ટ બાકડાની બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે. અત્યાધુનિક લાઇબ્રેરીની સુવિધાથી જામનગરના વિદ્યાર્થીઓ તેમજ વાચકોને ઘણો ફાયદો થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech