એકસાઈઝ ડયુટીના ગુનામાં વોન્ટેડ ઇનામી આરોપી જામનગરમાં ઝડપાયો

  • December 20, 2023 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૯ વર્ષથી રાજસ્થાન પોલીસને હાથતાળી આપતો : જામનગર પેરોલ ફર્લોએ પકડી સોપી આપ્યો

રાજસ્થાના રાજયના એકસાઇઝ ડયુટીના ગુનામાં છેલ્લા ૯ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ ઇનામી આરોપીને એક બાતમીના આધારે જામનગર પેરોલ ફર્લો સ્કવોડે શહેરના મીગ કોલોની વિસ્તારમાંથી પકડી પાડયો હતો અને આગળની કાર્યવાહી માટે મનોહરપુર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપ્યો હતો.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા નાસતા ફરતા આરોપીને પકડી પાડવા અંગે સુચના આપવામાં આવેલ હોય જેથી જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ એલસીબી પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એલ.જેે. મિયાત્રા તથા સ્ટાફના માણસો નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા અંગે જરુરી વર્કઆઉટમાં હતા.
દરમ્યાન સ્ટાફના સલીમભાઇ નોયડા, ગોવિંદભાઇ ભરવાડ, ભરતભાઇ ડાંગર, મહિપાલ સાદીયા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવને બાતમી મળેલ કે, જયપુર ગ્રામ્ય વિભાગના મનોહરપુર પોલીસ સ્ટેશનના રાજસ્થાન એકસાઇઝ એકટની કલમ  ૧૯/૫૪ તથા ૫૪(એ) મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે મુનો લખધીરસિંહ વાઘેલા રહે. રણજીસાગર રોડ, મારુ કંસારા હોલ પાછળ, જામનગરવાળા પર રાજસ્થાના રાજયમાં ઇનામ જાહેર કરાયેલ હોય અને છેલ્લા ૯ વર્ષથી નાસતો ફરતો હોય જેેને જામનગર મીગ કોલોની બાજુમાં, લાખોટા તળાવ પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે રાજસ્થાનના મનોહરપુર પોલીસ સ્ટેશનને સોપી આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application