આમરણ બેંક ઓફ બરોડામાં અપૂરતો સ્ટાફ: ખાતેદારો પરેશાન

  • May 17, 2023 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા ઘણાં સમયથી આમરણ બેંક ઓફ બરોડામાં અપૂરતો સ્ટાફ હોવાના લીધે ખાતેદારો હેરાન પરેશાન થઇ રહ્યા છે, ખાસ કરીને એગ્રીકલ્ચર ઓફિસર ન હોવાથી હાલમાં પાક ધિરાણ ચાલુ હોવાથી આમરણ ચોવીસીના ખેડૂતોને ખૂબ જ પ્રતિકુળતાનો સામનો કરવો પડી રહ્યો છે.
આમરણ ચોવીસી ગામ મુખ્ય મથક હોવાથી ખેડૂતો તેમજ આસપાસના ગ્રામજનોના ખાતા આમરણ બેંક ઓફ બરોડામાં હોવાથી વહીવટ માટે તેમજ ખાતરની ખરીદી અને પાક ધિરાણ માટે આમરણ ખાતે આવુ પડતું હોય, આમરણ બેંક ઓફ બરોડામાં છેલ્લા ઘણા સમયથી અપૂરતો સ્ટાફ તેમજ એગ્રીકલ્ચર ઓફિસર ન હોવાથી પાક ધિરાણ માટે ખેડૂતોને લાંબી લાંબી લાઇનમાં ઉભા રહેવું પડે છે, એક તરફ માવઠાનો માર બીજી તરફ હાલમાં તાપમાનનો પારો પણ ઉંચો ગયો હોવાથી ભરતડકે ખેડૂતોને પોતાના કામ ધંધા પડતા મુકી એક ધિરાણના કામ માટે જ કલાકોના કલાકો કતારમાં ઉભું રહેવું પડે છે અને ત્યારબાદ ધીરાણ પણ ચાર-પાંચ દિવસ બાદ મળે છે, હાલમાં ૧૫૦૦ જેવી પાક ધિરાણની ફાઇલ અને ધિરાણના લીધે અમુક ખેડૂતો ૩૬પ દિવસમાં રીન્યુ કરવાની તારીખ ચૂકી જવાથી સરકારનું વ્યાજ માફીનો લાભ પણ મળતો નથી, આ બાબતે આમરણ ચોવીસીના જાગૃત નાગરિક ભરતભાઇ કુંભરવાડીયાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી કરી અને ખેડૂતોની પરેશાનીનો અંત લાવવા અનુરોધ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application