આગામી તા. ૧૬-૯-૨૦૨૪ નાં રોજ ઇદ - એ - મિલાદનો તહેવાર ઉજવાનાર છે. આ તહેવારના દિવસે ભાવનગર શહેરમાં ચાવડીગેટ પાસે આવેલ મહંમદશા બાપુની વાડીએથી એક ઝુલુસ નીકળનાર છે. જે ભાવનગર શહેરના ચાવડી ગેટ, અલકા ગેટ, મતવા ચોક, સંઘેડીયા બજાર, શેલરશા ચોક, આંબા ચોક, હેરીસ રોડ, વોરા બજાર, રૂવાપરી ગેટ, બાર્ટન લાઇબ્રેરી, હાલુરીયા ચોક, હાઇકોર્ટ રોડ, ઘોઘા ગેટ, ગંગાજળીયા તળાવ, વાસણ ઘાટ, દરબારી કોઠાર, થઈને શેલારશા પીરની દરગાહ પાસે આવી પૂરું થશે. આ ઝુલુસમાં ઘોડાગાડી, બગી, ઘોડા, ઉંટગાડી, રીક્ષાઓ, ટ્રક, મોટર વગેરે વાહનો મોટા પ્રમાણમાં જોડાનાર છે. જે વાહનોમાં ઝુલુસનાં માણસો અંદર બેસીને નીકળે છે.
જેથી આ ઝુલુસ દરમ્યાન ભાવનગર શહેરમાં આવેલ રસ્તાઓ ઉપર ટ્રાફીક નિયમન કરવું જરૂરી હોય, જેથી આ રસ્તા ઉપર તા. ૧૬-૯-૨૦૨૪ નાં સવારનાં કલાક ૮ થી બપોરનાં કલાક ૧૫ સુધી રસ્તાઓ એકમાર્ગીય કરવાનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષક, ભાવનગર દ્વારા દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩ (૧) થી મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ભાવનગર શહેરનાં રસ્તાઓને તા. ૧૬-૯-૨૦૨૪ નાં સવારનાં ૮ થી બપોરના ૧૫ સુધી એકમાર્ગીય જાહેર કરેલ છે.
જેમાં ચાવડીગેટથી વડવા તલાવડી થઈ અલકા ગેટ ચોક સુધીનો રસ્તો, અલકા ચોક તરફથી વડવા તલાવડી થઈ ચાવડીગેટ તરફ આવતા તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશબંધ, અલકા ચોકથી મતવા ચોક થઈ શેલારશા ચોક સુધીનો રસ્તો, શેલારશા ચોકથી મતવા ચોક તરફ આવતા તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશબંધી, મીની ગેસ્ટહાઉસથી શેલારશા રસ્તો, વાસણ ઘાટથી દરબારી કોઠાર થઈ શેલારશા ચોક સુધીનો રસ્તો, વાસણ ઘાટથી દરબારી કોઠાર થઈ શેલારશા ચોક તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી, હેરીસરોડનાં નાકાથી આંબાચોક થઈ શેલારશા ચોક સુધીનો રસ્તો, હેરીસરોડ તરફથી શેલારશા ચોક તરફ આવતા તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશબંધી, ઘોઘાગેટથી હેરીસરોડનાં નાકા સુધીનો રસ્તો, ઘોઘાગેટથી હેરીસરોડ તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધ, બાર્ટન લાયબ્રેરી ચોકથી વોરા બજાર જસુભાઈ જવેલર્સવાળાની દુકાન સુધીનો રસ્તા તરફ આવતા તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશબંધ, હલુરીયા ચોકથી હાઈકોર્ટ રોડથી ધોધાગેટ ચોક સુધીનો રસ્તો, હલુરીયા ચોકથી હાઈકોર્ટ રોડથી ધોધાગેટ ચોક તરફ આવતા વાહનો માટે પ્રવેશબંધ, હલુરીયા ચોકથી બાર્ટનચોક સુધીનો રસ્તો, હલુરીયાચોક તરફથી બાર્ટન ચોક તરફ આવતા તેમજ મામાકોઠા બાર્ટન ચોક તરફ આવતા તમામ પ્રકારનાં વાહનો માટે તેમજ જોગીવાડની ટાંકી બાર્ટનચોક તરફ આવતા તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશબંધ, ઘોઘાગેટ ચોકથી હાઈકોર્ટ રોડ થઈ હલુરીયાચોક તરફ આવતા, વાસણઘાટથી ગંગાજળીયા તળાવ, હેવમોર ચોક થઈ ઘોઘાગેઈટ તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધ કરવામાં આવેલ છે.
આ જાહેરનામાનાં અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામામાંથી પોલીસ ડીપાર્ટમેન્ટ, મહેસુલ ખાતુ, પી.જી.વી.સી.એલ., ફાયરબ્રીગેડ, એમ્બ્યુલન્સ તથા આવશ્યક સેવા અંગેનાં વાહનોને મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ ઉલ્લંધન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોનાલી ઠાકુરની તબિયત લાઈવ કોન્સર્ટમાં લથડી
January 23, 2025 12:29 PMએકતા કપૂરને વૃદ્ધત્વ વિરોધી દવાઓ વિષે સંશોધનમાં વિશેષ રસ
January 23, 2025 12:28 PMનેહા ધૂપિયા અને રિયા ચક્રવર્તી વચ્ચે જોરદાર બોલાચાલી
January 23, 2025 12:26 PMફ્લોપનું લેબલ ધરાવતા અક્ષયની સેન્સ ઓફ હ્યુમર જબરી
January 23, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech