સિહોરમાં જુદાજુદા બેએકસ્માતમાં ૪ને ઈજા થતા સારવારમાં ખસેડાયા

  • September 09, 2024 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિહોરમાં થી પસાર થતા ભાવનગર રાજકોટ હાઈવે રોડ પર નાના મોટા અકસ્માતો દિવસે દહાડે સર્જાયા રહ્યા કરે છે ત્યારે વધુ અલગ અલગ જગ્યાએ થયેલા બે અકસ્માતના બનાવમાં ચાર વ્યક્તિ ને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સિહોરમાં આવેલ ખલીફા સોસાયટીમાં રહેતા સલીમભાઈ કાદરભાઈ મુસાણી( ઉં, વ,૪૨) યાસીનભાઈ ગફુલભાઈ ખલીફા( ઉં, વ,૪૨) કરદેજ ગામે મોટરસાયકલ ઉપર જઈ રહ્યા હતા ત્યારે તેઓ સિહોર સર્વોત્તમ ડેરી પાસે પહોંચતા જ સામેથી આવતા એક ટ્રક ચાલકે મો.સા. ને અડફેટે લેતા મો.સા.સવાર બંને ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સિહોર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે બીજા બનાવમાં રંઘોળા ખાતે રહેતા શૈલેષભાઈ દેવજીભાઈ ભોજ ( ઉં. વ, ૩૮) તેમના પત્ની પૂનમબેન શૈલેષભાઈ ભોજ ( ઉં, વ, ૩૬) મોટરસાયકલ પર કોઈ કામ સબબ સિહોર તરફ આવતા હોય ત્યારે આંબલા ગામ પાસે પહોંચતા સામેથી ઈકો કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મોટરસાયકલ ને અડફેટે લઈ નાસી ગયેલ. આ બનાવમાં બંને પતિ-પત્ની ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા અને તેઓને સારવાર અર્થે સિહોર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application