ગુજરાત રાજયમાં ત્રીજા તબક્કામાં લોકોસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે આ મતદાન પૂર્વે રાજયમાં આચારસંહિતાનું કડક અમલ કરવામાં આવી રહ્યું છે. ગત તારીખ ૧૬ માર્ચથી ગઇકાલ સાંજ સુધી માં ૫.૯૨ કરોડનો મુદામાલ પકડયો છે.રાજયમાં લોકસભાની ચૂંટણીની જાહેરાતની સાથે જ ચૂંટણીપંચે આચારસંહિતાની શઆત કરી દીધી છે. જેના પગલે તમામ રાજકીય પક્ષો અને તેમના કે અપક્ષ ઉમેદવારો માટે નક્કી કરવામાં આવેલી ચૂંટણી ખર્ચની મર્યાદા જળવાઈ રહે અને પ્રતિબિંધિત વસ્તુઓની હેરફેર અટકે તે માટે ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાયમાં ૭૫૬ લાઈંગ વોર્ડ કાર્યરત કરી દીધી છે.
ચૂંટણી પંચના આદેશાનુસાર, આ ટીમોએ તેમની કડકાઈપૂર્વકની કામગીરી શરૂ કરી દીધી છે. પરિણામે, આ ટીમોએ અત્યાર સુધીમાં ૧.૩૫ કરોડની કિંમતનો ૩૯,૫૮૪ લીટર દારૂ રૂ.૨.૨૮ કરોડની કિંમતનું ૩.૪૧ કિલો સોનું અને ચાંદી, મોટરકાર, મોટરસાઈકલ અને અખાધ ગોળ સહિતની . ૨.૨૭ કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ .૫.૯૨ કરોડની વસ્તુઓ જપ્ત કરી છે.
આ ઉપરાંત ૧૬મી માર્ચ–૨૦૨૪ના રોજ ચૂંટણી જાહેર કરાઈ ત્યારથી અત્યાર સુધીમાં સમગ્ર રાયમાં નિયમાનુસારની કાર્યવાહી કરીને સરકારી મિલકતો પરથી કુલ ૧,૪૭,૧૯૫ તથા ખાનગી મિલકતો પરથી કુલ ૫૪,૯૨૪ રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર–બેનરો તથા પ્રચાર–પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે. રાયનો કોઈપણ નાગરિક કોઇપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભગં અંગેની ઓનલાઈન ફરિયાદ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પચં દ્રારા તૈયાર કરવામાં આવેલી (સી– વીજીલ) મોબાઈલ અપ ઉપર ૧૬મી માર્ચથી ૨૦મી માર્ચના બુધવાર સુધીમાં કુલ ૨૧૮ ફરિયાદો મળી છે.
ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આ તમામ ફરિયાદોનો તાત્કાલિક અસરથી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.એવી જ રીતે, નેશનલ ગ્રીવન્સીસ સર્વિસ પોર્ટલ ૩૪૨ પણ આજદિન સુધી મતદાર ઓળખપત્ર અંગેની ૯૪૨, મતદાર યાદી સંબંધી ૬૮, મતદાર કાપલી સંબંધી ૨૦ તથા અન્ય ૩૨૧ મળી કુલ ૧,૩૫૧ ફરિયાદો મળી છે. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ મના હેલ્પલાઈન નંબર ઉપર ચૂંટણીની જાહેરાતથી આજદિન સુધીમાં કુલ ૮ ફરિયાદો મળી છે, જે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech