જમીન કૌભાંડ: ઘંટેશ્વવર સર્વેના પ્લોટના દસ્તાવેજમાં નોંધણી નંબર નાખ્યો હતો ભક્તિનગરની જગ્યાનો

  • December 06, 2023 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના જામનગર રોડ પરના ઘંટેશ્ર્વર સર્વે નં.33ના કિંમતી પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવી કિશોર હરિલાલ બાબિયા રહે.મધુરમ એપર્.િ રણછોડનગર પંચવટી મેઈન રોડ પર નંદકિશોર સોસાયટી-1માં રહેતા ધીરજલાલ મકનભાઈ ઝાલાવડિયા તથા અગાઉ પણ બોગસ દસ્તાવેજી કામોમાં ચોપડે ચડી ચૂકેલા નૈમિષ અનિલભાઈ શાહ સામે પ્લોટધારક મુંબઈના ભાત બજાર જુમેદ મેન્સનમાં રહેતા અતુલભાઈ કનૈયાલાલ શાહ ઉ.વ.58એ ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. આરોપીએ 58 વર્ષ પૂર્વેની બોગસ દસ્તાવેજની સર્ટિફાઈડ નકલ મેળવી કારસ્તાન કયર્નિું બહાર આવ્યું છે.


ફરિયાદની પોલીસના વર્તુળોમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મુંબઈના રહેવાસી અતુલભાઈના પિતા કનૈયાલાલે તેમના કાકા રમેશભાઈ (કનૈયાલાલના નાનાભાઈ)ના નામે દિલીપભાઈ વોરા પાસેથી 1975ની સાલમાં 646વારનો ઘંટેશ્ર્વર સર્વે નં.33નો પ્લોટ ખરીદ કર્યો હતો. કાકા રમેશભાઈનું 1995માં અવસાન થયું હતું. રમેશભાઈના અવસાનના દશ વર્ષ બાદ રમેશભાઈના પત્ની કૈલાસબેન તથા તેમના પુત્રોએ પ્લોટનું પાવર ઓફ એટર્ની 2005ની સાલમાં કનૈયલાલના નામે કરી આપ્યું હતું.
કનૈયાલાલનું અવસાન થતાં ફરી કૈલાશબેન અને તેમના પુત્રોએ પ્લોટની સ્પેશિયલ પાવર ઓફ એટર્ની ફરિયાદી અતુલભાઈના નામે કરી આપી હતી. પ્લોટ અન્ય કોઈને વેચાણ થયો નહતો. કનૈયાલાલના અવસાન બાદ રાજકોટમાં ડોકયુમેન્ટ કાર્યવાહી તથા પ્લોટની જાણકારી માટે અતુલભાઈ તેમના પરિવારમાં આવ્યા હતા. પ્લોટની તપાસ કરતા પ્લોટ તો વર્ષોથી વેચાઈ ગયો હોવાનું અને ઉત્તરોત્તર દસ્તાવેજો પણ બની ચૂકયાનું જાણવા મળ્યું હતું. જે સંદર્ભે અતુલભાઈ દ્વારા જરી દસ્તાવેજી સાથે પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ (અરજી) કરાઈ હતી.


જે બાબતે ક્રાઈમ બ્રાંચ પીઆઈ બી.ટી.ગોહિલ તેમની ટીમે તપાસહાથ ધરી હતી. દસ્તાવેજ આરોપી કિશોર બાબિયા સૌ પ્રથમ પ્લોટ જમીનધારક ટેમુભા જાડેજા પાસેથી ખરીદ કરનાર કૃષ્ણકુમાર એન.મહેતાના નામનો દસ્તાવેજ હતો તે દસ્તાવેજ 15 વર્ષ પહેલા 2008માં મૃત્યુ પામેલા પિતા હરિલાલ બાબિયાના નામે બનાવી લીધો હતો. 2009-10ની સાલમાં નૈમિષ શાહ પાસેથી 1965ની સાલના બોગસ દસ્તાવેજની સર્ટિફાઈડ નકલ બનાવી અને તેના આધારે સિવિલ કોર્ટમાંથી વારસાઈ સર્ટિફિકેટ મેળવી લીધું હતું.


પિતાની માલિકીના દસ્તાવેજનું વારસાઈ સર્ટિફિકેટ મેળવ્યા બાદ પ્લોટનું કુલમુખત્યારનામું ધીરજલાલ ઝાલાવાડિયાને કરી આપ્યું હતું. કુલમુખત્યાર ધીરજલાલે ઝુલેલાલનગરમાં રહેતા સુશીલાબેન રોહિતભાઈ નેભાણી, પંચનાથપ્લોટમાં તરંગ એપાર્ટમેન્ટમાં રહેતા સરોજબેન બકુલભાઈ મહેતાના નામે પ્લોટનો વેચાણ દસ્તાવેજ કરી દીધો હતો. ત્યારબાદ બન્ને મહિલાએ 646વારમાંથી 448 વાર જગ્યાનો દસ્તાવેજ મવડી વિસ્તારમાં સરદારનગર કો.ઓ.હા. સોસાયટીમાં રહેતા કલ્પ્નાબેન રમેશભાઈ હાપલિયા તથા રાવકીના જીવીબેન મોહનભાઈ ફાચરાના સંયુકત નામે કરી આપ્યો હતો. જયારે 198 વાર જગ્યા ઝુલેલાલનગરના લાલબાપુ હરિનારાયણ યાદવને નામે કરી આપી હતી.

અરજી આધારે તપાસ કરતા પીઆઈ બી.ટી.ગોહિલ તથા ટીમે સબ રજિસ્ટાર કચેરી પરથી ઉત્તરોત્તર દસ્તાવેજો મગાવ્યા હતા જેમાં જે નામનો બોગસ દસ્તાવેજ રજિસ્ટર્ડ થયો હતો તેમાં દસ્તાવેજના ડોકયુમેન્ટસ બધા અસલ હતા પરંતુ રજિસ્ટર્ડ દસ્તાવેજ નંબર હતા તે દસ્તાવેજ નંબરની જમીન તો ભક્તિનગર વિસ્તારમાં નોંધાયેલી નીકળી હતી. આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે. પકડાયા બાદ તપાસમાં જેના નામે ઉત્તરોત્તર દસ્તાવેજો થયા તેમના શું રોલ છે? તે ચકાસીને સંભવત પણે હાલ તો નકલી દસ્તાવેજ પરથી દસ્તાવેજો જેના નામે નોંધાયેલા છે તેના પર પણ લટકતી તલવાર હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application