આગામી ત્રણ કલાકમાં આ જીલ્લામાં 60 કિલોમીટરની ઝડપે પવન સાથે પડશે ભારે વરસાદ

  • June 28, 2024 08:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી ત્રણ કલાકમાં કેટલાક જીલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં કચ્છ, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં 60 કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડશે. આ ઉપરાંત અમદાવાદ અને સૌરાષ્ટ્ર તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.


આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. જેમાં  છોટા ઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પંચમહાલ, પોરબંદર, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, મહેસાણા, દાહોદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, વડોદરા, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદર અને નગર હવેલીમાં આગામી 3 કલાક દરમિયાન સામાન્ય વરસાદની આગાહી છે.


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર અરબી સમુદ્ર અને ઓરિસ્સામાં સિસ્ટમ બનતા દેશ સહિત રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં 30 જૂનથી 1 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદની શક્યતા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application