માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇજ્જુ પર કાળો જાદુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે આ આરોપમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મહિલા પર મોઇજ્જુને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.
આ મહિલા મોઇજ્જુની કેબિનેટ મંત્રી ફાતિમા શમનાઝ છે. ફાતિમા મોઇજ્જુ સરકારમાં પર્યાવરણ મંત્રી છે. ફાતિમા અને તેની સાથે અન્ય બે લોકોની રાષ્ટ્રપતિ પર કાળો જાદુ કરવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને સાત દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા.
આરોપ છે કે મહિલા મંત્રી ફાતિમા રાષ્ટ્રપતિ મોઇજ્જુની ગુડ બુકમાં આવવા માંગતી હતી. ફાતિમા કેબિનેટમાં મોટું મંત્રાલય ઈચ્છતી હતી. ફાતિમાના ઘરે દરોડામાં કાળા જાદુ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ પણ મળી આવી હતી.
મોઇજ્જુ સરકારમાં પર્યાવરણ મંત્રી બનતા પહેલા ફાતિમા મેલ સિટી કાઉન્સિલમાં હેનવીરુ સાઉથની કાઉન્સિલર હતી. આ પછી તેમણે મંત્રી પદ સંભાળવા માટે કાઉન્સેલરના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પહેલા ફાતિમા રાષ્ટ્રપતિ ભવનમાં મહત્વના પદ પર હતી.
ફાતિમા શમનાઝ એ આદમ રમીઝની ભૂતપૂર્વ પત્ની છે, જે મોઇજ્જુ અને તેની પત્નીની નજીકના અધિકારી છે. બંનેના હવે છૂટાછેડા થઈ ગયા છે. શમનાઝને ત્રણ બાળકો છે, જેમાંથી એક માત્ર દોઢ વર્ષનો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMકાલાવડ બાર એસોસિએશનની ચુંટણીના પરિણામ જાહેર
December 23, 2024 12:14 PMગૃહમંત્રી દ્વારા સંસદમાં આપેલા નિવેદનનો સુરજકરાડી ખાતે વિરોધ કરતા દલિત સમાજના આગેવાનો
December 23, 2024 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech