દેશના 100 સ્માર્ટ સિટીના લિસ્ટમાં ઇન્દોર પ્રથમ ક્રમે જાણો સુરતને મળ્યું કેટલામું સ્થાન?

  • August 26, 2023 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશની 100 ટોચની સ્માર્ટ સિટીમાં સુરત બીજા ક્રમે આવ્યું છે. ઇન્દોર પ્રથમ ક્રમે છે. ઇન્દોરને ‘બેસ્ટ નેશનલ સ્માર્ટ સિટી’નો એવોર્ડ મળ્યો છે, જ્યારે ત્રીજા ક્રમે આગ્રા રહ્યું.આગામી 27 સપ્ટેમ્બરના રોજ ઇન્દોર ખાતે આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા એવોર્ડ એનાયત કરાશે. 



રાજ્યોમાં મધ્યપ્રદેશે ‘બેસ્ટ સ્ટેટ એવોર્ડ’માં બાજી મારી છે. તમિલનાડુ બેસ્ટ સ્ટેટ યાદીમાં બીજા ક્રમે છે. જ્યારે ત્રીજા સ્થાને રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ બંને ચમક્યાં છે. કેન્દ્રશાસિત પ્રદેશની શ્રેણીમાં ચંડીગઢે પહેલું સ્થાન હાંસલ કર્યું છે. ગત વર્ષે ઑક્ટોબરમાં ઇન્દોરને સતત છઠ્ઠી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયુ હતું.



બિલ્ટ એન્વાયર્નમેન્ટ માટે કોઈમ્બતુરને ટોચનું સ્થાન મળ્યું છે. આ ઉપરાંત અમદાવાદને કલ્ચર એન્ડ ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરકેટેગરીમાં, અર્થતંત્ર માટે જબલપુર, ગવર્નન્સ એન્ડ મોબિલિટી માટે ચંદીગઢ, સ્વચ્છતા, પાણી અને શહેરી પર્યાવરણ માટે ઈન્દોર, સામાજિક પાસાઓ માટે વડોદરા, હુબલી ધારવાડની પસંદગી કરવામાં આવી છે. ઈનોવેટિવ આઈડિયા કેટેગરી માટે અને સુરતની કોવિડ ઈનોવેશન કેટેગરી માટે પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત, ઉદ્યોગ માટે પાર્ટનર એવોર્ડ Enviro Control Pvt , L&T કન્સ્ટ્રક્શન અને PwCને આપવામાં આવ્યો છે.


MoHUA તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ISAC શહેરો, પ્રોજેક્ટ્સ અને નવીન વિચારોને ઓળખે છે અને પુરસ્કાર આપે છે જે 100 સ્માર્ટ શહેરોમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે છે, તેમજ સમાવેશી, સમાન, સલામત, સ્વસ્થ અને ઉત્સાહી ભાગીદાર શહેરોનું નિર્માણ કરે છે, જેનાથી જીવનની ગુણવત્તામાં વધારો થાય છે.  અગાઉ, ISAC ની 2018, 2019 અને 2020 માં ત્રણ આવૃત્તિઓ થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application