જામનગર શહેરમાં ડમડમ હાલતમાં ૩ વાહનચાલક ઝપટે ચડયા

  • December 13, 2023 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ દ્વારા ચેકીંગ : ધોકા અને લાઠી સાથે બે શખ્સની અટક

જામનગર શહેરમાં ૩ શખ્સ પીધેલી હાલતમાં વાહન લઇને નીકળતા પોલીસની ઝપટમાં આવ્યા હતા, જયારે બે શખ્સની ધોકા, લાઠી સાથે અટકાયત કરવામાં આવી હતી.
જામનગરના ગોકુલનગર સાયોના શેરી નં. ૭માં રહેતા ભાગ્યરાજસિંહ જીતેન્દ્રસિંહ રાયજાદાને કેફી પીણું પીધેલી હાલતમાં એકસેસ નં. જીજે૧૦ડીએસ-૫૪૯૪ સર્પાકાર રીતે ચલાવીને સાયોના શેરી વિસ્તારમાંથી નીકળતા પકડી લેવાયો હતો, જયારે ગુલાબનગર રાધેક્રિષ્નાપાર્ક, શેરી નં. ૨માં રહેતા મહેન્દ્ર વિરજી નકુમને કેફી પીણુ પીધેલી હાલતમાં બાઇક નં. જીજે૧૦એઇ-૬૪૬૫ લઇને ભોઇ સમાજની વાડી નજીકના રોડ પરથી સીટી-એ પોલીસે પકડી લીધો હતો.
જયારે નાગેશ્ર્વર નવડેરી પાસે રહેતા શાંતી ભાણા ગુજરીયા નામના શખ્સને પીધેલી હાલતમાં બાઇક નં. જીજે૩-બીઆર-૭૧૭૨ લઇને આશાપુરા મંદિર રોડ પાસેથી નીકળતા પોલસે પકડી લીધો હતો.
આ ઉપરાંત શહેરના દિ.પ્લોટ-૪૯ ખાતે હેતા વિનોદ કાનજી ભદ્રાને ધોકા સાથે તથા મોટીગોપમાં રહેતા અસલમ સુમાર જુનેજાને વાંસની લાઠી સાથે પોલીસે અટકાયત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application