સલમાન પર ફાયરિંગ કેસમાં પોલીસને હાથ લાગ્યો મોટી કડી હાથ લાગી

  • June 22, 2024 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓડિયો રેકોર્ડિંગ અનમોલ બિશ્નોઈનું હોવાનું ખુલ્યું



સલમાન ખાનના ઘરે થયેલા ગોળીબારના કેસમાં પોલીસને આરોપીઓ પાસેથી ઓડિયો રેકોર્ડિંગ મળી આવ્યું છે. આ રેકોર્ડિંગ અનમોલ બિશ્નોઈનું હોવાનું જણાવાઈ રહ્યું છે.બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે થયેલા ફાયરિંગના કેસમાં મોટા સમાચાર આવી રહ્યા છે. આ ઘટના પાછળ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ મુંબઈ પોલીસને સૌથી મોટા પુરાવા મળ્યા છે. આરોપી પાસેથી મળેલું અનમોલ બિશ્નોઈનું ઓડિયો રેકોર્ડિંગ એજન્સી પાસે રાખેલા અનમોલ બિશ્નોઈના ઓડિયો સેમ્પલ સાથે મેચ થઈ ગયું છે.માહિતી અનુસાર, ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતથી વિકી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન એવું બહાર આવ્યું કે ગોળીબાર કરવાથી લઈને એ પછી છુપાવા માટે શૂટરો અનમોલ બિશ્નોઈના સતત સંપર્કમાં હતા, તેમની ધરપકડ બાદ પોલીસને તેમના મોબાઈલ ફોનમાંથી આરોપીઓની અને અનમોલ બિશ્નોઈ વચ્ચેની વાતચીતનો ઓડિયો મળ્યો હતો.



પોલીસને મળ્યા મહત્ત્વના પુરાવા
એક અધિકારીએ જણાવ્યું કે આ ઓડિયો અનમોલ બિશ્નોઈનો છે કે અન્ય કોઈનો છે તે જાણવા માટે કેન્દ્રીય તપાસ એજન્સી પાસેથી અનમોલ બિશ્નોઈના ઓડિયો સેમ્પલ લેવામાં આવ્યા અને બંને સેમ્પલ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા. તપાસ દરમિયાન ફોરેન્સિક લેબને ખબર પડી કે આ ઓડિયો અનમોલ બિશ્નોઈનો જ છે.



અનુજ થાપને જેલમાં કરી હતી આત્મહત્યા

જણાવી દઈએ કે પોલીસે 26 એપ્રિલે બંને શૂટરને બંદૂક સપ્લાય કરવાના આરોપમાં અનુજ કુમાર થાપન અને સોનુ ચંદરની પંજાબથી ધરપકડ કરી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા અનુજ થાપને 1 મેના રોજ જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. આ પછી પાંચમા આરોપી મોહમ્મદ રફીક ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા બાઇક પર આવેલા કેટલાક લોકોએ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. આ મામલે પોલીસ તપાસ ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News