ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર ની હત્યાને લઈને અમેરિકાએ ફરી એકવાર ઝેર ઓકયું છે. અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવી જોઈએ. કેનેડાએ થોડા દિવસ પહેલા જ નિજ્જર હત્યા કેસમાં ત્રણ શકમંદોની ધરપકડ કરવાનો દાવો કર્યેા છે.ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર ની હત્યાને લઈને અમેરિકાએ ફરી એકવાર ભારત પર નિશાન સાધ્યું છે. અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતે આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લેવો જોઈએ અને તેની તપાસ કરવી જોઈએ. આ ટિપ્પણી એવા સમયે આવી છે જયારે થોડા દિવસો પહેલા કેનેડિયન પોલીસે દાવો કર્યેા હતો કે તેણે નિર હત્યા કેસમાં ત્રણ ભારતીયોની ધરપકડ કરી છે.તે જ સમયે, કેનેડાના આ દાવા પર ભારતે માપી પ્રતિક્રિયા આપી છે અને તેને કેનેડાનો આંતરિક મામલો ગણાવ્યો છે. ભારતે કહ્યું છે કે જો કેનેડા કોઈ પુરાવા આપે તો તે તપાસ કરવા તૈયાર છે
ચેક રિપબ્લિકનો યુએસને આંચકો,નિખિલનું પ્રત્યાર્પણ અટકાવ્યું
પ્રાગ: ચેક રિપબ્લિકની સુપ્રીમ કોર્ટે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવતં સિંહ પન્નુની હત્યાના કથિત કાવતરામાં વોન્ટેડ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાના યુએસ પ્રત્યાર્પણ પર રોક લગાવી દીધી છે. અગાઉ, ચેક રિપબ્લિકની નીચલી અદાલતોએ નિખિલ ગુપ્તના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આરોપ લગાવ્યો છે કે નિખિલ ગુપ્તાએ પન્નુની હત્યા માટે કોન્ટ્રાકટ કિલરને પૈસા આપ્યા હતા.ભારતે આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ ટીમ પણ બનાવી છે.અદાલતે આપેલા તેના વચગાળાના ચુકાદામાં, પ્રાગની બંધારણીય અદાલતે જણાવ્યું હતું કે ફોજદારી કાર્યવાહી માટે નિખિલ ગુાને યુએસમાં પ્રત્યાર્પણ કરવાથી તેને અન્ય કોઈ કરતાં વધુ નુકસાન થશે
ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચરમ પર
કેનેડાના વડા પ્રધાને કેનેડિયન ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો ભારત સરકારના એજન્ટો પર આરોપ મૂકયા પછી ભારત અને કેનેડા અભૂતપૂર્વ રાજદ્રારી સંકટનો સામનો કરી રહ્યા છે. જો કે, ભારતે આરોપોને વાહિયાત અને પ્રેરિત ગણાવીને ફગાવી દીધા છે. ગયા વર્ષે જૂનમાં સરેમાં ગુદ્રારા છોડા બાદ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આ વર્ષે માર્ચમાં તેની હત્યાની એક વિડિયો કિલપ કથિત રીતે સામે આવી હતી, જેમાં નિરને ગોળી મારવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકિમ જાેંગનો મોટાપાયે સુસાઈડ ડ્રોન બનાવવાનો આદેશ
November 15, 2024 11:08 AMજામનગરમાં ગુરુદ્વારા ખાતે ગુરુનાનક દેવજીની 554મી જન્મ જયંતિ હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી
November 15, 2024 11:07 AMરશિયા–યુક્રેન યુદ્ધનો અંત આવે તેવા સંકેત
November 15, 2024 11:07 AMકોરોના વેકિસનના કટ્ટર વિરોધીને ટ્રમ્પે આરોગ્યમંત્રી બનાવતાં જબ્બર વિરોધ
November 15, 2024 11:03 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech