અમરેલી લેટરકાંડમાં પોલીસે ભાજપના ઈશારે યુવતીનું સરઘસ કાઢ્યું: પાટીદાર સમાજમાં આક્રોશ

  • January 02, 2025 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયમાં કોલ્ડવેવની આગાહી વચ્ચે અમરેલીના રાજકારણમાં ભાદરવાના તડકા જેવો ગરમાવો જોવા મળી રહ્યો છે. જયારે અન્ય રાજકીય પક્ષઓ તડકામાં તાપણું કરતા પણ જોવા મળી રહ્યા છે. અમરેલીના ધારાસભ્ય વેકરીયા સામે સનસનાટી ભર્યા આક્ષેપ સાથેનો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે વાયરલ થયેલા લેટરકાંડમાં મોટા કડાકા ભડાકા થવાનું સંભળાઈ રહ્યું છે. લેટરકાંડમાં મુખ્ય સૂત્રધાર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વેકરીયાના ખભાનો ઉપયોગ કરી ફાયર અમરેલીના જ મોટા નેતાઓએ કયુ હોવાની વાત સામે આવી રહી છે. સમગ્ર રાજકીય ઘમસાણમાં દાઝી ન જવાય એમ પોલીસ પણ ઉચ્ચ કક્ષાએથી મળતી ગાઇડલાઇન મુજબ જ કાર્યવાહી કરી રહી છે. પરંતુ પોલીસે પકડાયેલા આરોપીઓ પૈકી લેટર ટાઈપ કરનાર પાટીદાર યુવતિનું રિ–કન્ટ્રકશનના નામે સરઘસ કાઢતા મામલો હવે રાજકિય અને સમાજ વચ્ચે ઉભો થયો છે. જેને લઈને હવે ભાજપ–કોંગ્રેસ, પાસ સહિતની પાટીદાર સંસ્થાઓના આગેવાનો મેદાનમાં આવ્યા છે. આ જોતા અમરેલીના લેટરકાંડની આગ હવે કોને દઝાડે છે એના ઉપર સૌની મીટ મંડાઈ છે. બનાવની વિસ્તુત વાત કરીએ તો, અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા તાલુકા, જિલ્લા પંચાયત અને નગર પાલિકાનો વહીવટ પોતે ચલાવી રહ્યા છે અને કોંગ્રેસના આગેવાનોને સાથે રાખતા હોવાનો અને પોલીસ પાસેથી મહિને હા વસુલતા હોવાના અને કોન્ટ્રાકટરો સાથે મીલીભગત કરતા હોવાના ચોંકાવનારા આક્ષેપ સાથેનો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરીયાના લેટરપેડ ઉપર પત્ર લખી સંગઠન મંત્રી રત્નાકરને મોકલી આ લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જેના પડઘા ધારાસભ્ય વેકરિયાના જૂથમાં પડતા મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો પ્રદેશ સુધી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જે બાદ જેના લેટરપેડ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા એ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરીયાએ પોતાના લેટરપેડનો દૂર ઉપયોગ થયાની અમરેલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતારાજકીય પ્રેસર વચ્ચે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા આ લેટર અમરેલી તાલુકા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વાઘસિયાની ઓફિસમાં બનાવવામાં આવ્યાનું ખુલતા પોલીસે મનીષ વઘાસીયા અને આ લેટરમાં મિલપિપણું ધરાવતા જશવતં ગઢ ગામના સરપચં અશોક માંગરોળિયા, જિતુ ખાત્રા અને મનીષ વઘાસીયાની ઓફિસમાં ઓપરેટર તરીકે કામ કરતી પાયલબેન ગોટીની ધરપકડ કરી હતી. બનાવ કેવી રીતે બન્યો એ માટે પોલીસે યુવતીને પણ જાહેરમાં લઇ જઈ રિકન્સ્ટ્રકશન કયુ હતું. અને તમામને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે મનીષ વઘાસિયાના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા જે આજે પુરા થયા છે. રિમાન્ડ દરમિયાન મનીષ વઘાસીયાએ પોલીસને શું જણાવ્યું એ પોલીસની આગળની કાર્યવાહી બાદ જ સામે આવી શકે છે.

રાજકીય ઘમાસાણમાં છાસ ફંકી ફંકીને પીતી પોલીસ
અમરેલીના લેટરકાંડનો મામલો રાજકીય હોટ ટોપીક બન્યો છે, હાલ આ મામલામાં ભાજપના મોવડી મંડળ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીની સીધી નજર હોવાથી પોલીસ પણ છાસ ફંકી ફંકીને પી ટી હોય તેમ રા રાખીને કામ કરી રહી છે. કારણ કે, અમરેલી એસ.પી. તરીકે સંજય ખરાતની હજુ નવ નિયુકિત છે આથી અમરેલીના રાજકારણ કે નેતા વિશે કે અમરેલીના રાજકીય ભૂગોળ વિશે પૂરતા માહિતગાર ન હોવાથી ઉચ્ચકક્ષાના આદેશ મુજબ જ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. એમ છતાં રિકન્સ્ટ્રકશનમાં આરોપીઓ સાથે પાટીદાર યુવતિને જાહેરમાં લઇ જવાતા સરઘસ નામે રાજકીય–સામાજિક યુધ્ધ છેડાયું છે. જે પોલીસ ઉપર હાવી ન બને એ માટે પણ રાજકીય ઓથ અપાઈ રહી છે.

લેટરબોમ્બની આગ સામાજિક મુદ્દે લાગી
ધારાસભ્ય વેકરિયાના લેટરબોંબના બ્લાસ્ટના પડઘા અમરેલીથી છેક ગાંધીનગર ભાજપ સુધી સંભળાયા છે પરંતુ કાંડની આગની સામાજિક મુદ્દે લાગી છે. પકડાયેલા આરોપીઓ પૈકી પાયલ ગોટી નામની યુવતિનો પણ આ લેટર ટાઈપ કરવાના ગુનામાં પોલીસ ધરપકડ કરી હતી અને ગઈકાલે પોલીસે ગંભીર ગુનાના આરોપીઓને રિકન્ટ્રકસન માટે લઇ જવાતા હોય તેમ કાયદાના દાયરામાં રહીને યુવતી સહિતના આરોપીઓને અત થી ઇતિ જાણવા રિકન્સ્ટ્રકશન માટે લઇ જવાયા હતા. આ મુદ્દે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, પ્રદેશ કોંગ્રેસના નેતા જેની ઠુંમર, પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા, પાસના નેતા દિનેશ બાંભણીયા, ખોડલધામ સમિતિ સહિતની સંસ્થાઓ પણ મેદાનમાં આવી છે અને પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application