દેવુ ચૂકવવું ન પડે તે માટે પતિએ છ મિત્રો સાથે સંબંધ બાંધવા પત્ની પર કર્યુ દબાણ

  • September 10, 2024 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પતિ સાથે છુટાછેડા લીધા બાદ ફુલહાર કરી અન્ય એક પુરૂષ સાથે રહેતી મહિલાએ તેના પતિને દેવુ થઇ જતાં તેણે અન્ય છ પુરૂષ સાથે સબંધ બાંધવા માટે દબાણ કર્યું હોવાના આક્ષેપો સાથેની અરજી ડીએસપી કચેરી ખાતે આપતા આ બનાવની તપાસ હાલ વરતેજ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, હાલ જે શખ્સોના નામ જણાવવામાં આવ્યાં છે તે તમામની કોલ ડિટેઈલ મંગાવવામાં આવી છે અને તપાસના અંતે પુરાવા પ્રાપ્ત થતાં કાર્યવાહી કરવામાં આવશે.
 એસપી કચેરી ખાતે રજૂઆત માટે આવેલી મહિલાએ આક્ષેપ કર્યા હતા કે, તેના પતિને દેવું થઈ જતાં તે તેને બળજબરીપૂર્વક બુધેલ ગામ ખાતે આવેલી વાડી પર લઈ ગયો હતો અને ત્યાં આગળ તેના છ મિત્રો હાજર હતા. પતિએ જણાવ્યું હતું કે, તેને દેવું થઈ ગયું છે એટલે તુ મારા મિત્રો સાથે સબંધ બાંધ જેથી આપણુ દેવુ પુરૂ થઈ જાય. જો કે, મહિલાએ તે આવુ ખોટુ કામ નહી કરે તેમ જણાવતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને તેના મિત્રો તેમજ પતિએ તેને બળજબરી માટે પૂર્વક ઝેરી દવા પીવડાવી દેવાનો પર પ્રયાસ કર્યો હતો. જો કે, તે મહા મુશ્કેલીએ વાડીએ ભાગીને મેઇન હત રોડ પર આવી હતી.
રોડ પર પહોંચ્યા બાદ તે રડી આ રહી હતી ત્યારે એક રાહદારી  આગળ વાહનમાં  બેસાડી મુકી ગયા હતા. આમ, દેવુ સા ચૂકતે કરવા માટે પતિ અન્ય પુરૂષો  સાથે સબંધ બાંધવા માટે દબાણ કરતા હોવાનું અને આ અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા છતાં પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હોવાનું જણાવ્યું હતું.

    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News