જૂનાગઢમાં પોલીસ ચોકી સામે જ વેપારીને છરી બતાવી લૂંટ

  • August 09, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જતો હોય તેમ અગાઉ કડિયાવાડ વિસ્તારમાં લુખ્ખાગીરીથી કંટાળેલા વેપારીઓએ બધં પાડી વિરોધ વ્યકત કર્યેા હતો ત્યારે હવે શહેરના મુખ્ય કાળવા ચોક વિસ્તારમાં પોલીસ ચોકી સામે જ ગાંઠિયા અને પાનની દુકાન ધરાવતા વેપારીને છરી બતાવી ખિસ્સામાંથી બે હજારની લૂંટ કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રા વિગત મુજબ શીતળા કુંડ પાસે રહેતા અને કાળવા ચોકમાં ભૂમિ ગાંઠિયા અને પાનની દુકાન ધરાવતા પ્રકાશ મોહનભાઈ ઝાલાની દુકાને છેલ્લ ા ત્રણ મહિનાથી પ્રદીપના ખાડિયામાં રહેતો પ્રતાપ ઉર્ફે બેરો બાબુ સોમાણી નામનો શખ્સ અવારનવાર દુકાને આવી ધાગધમકી આપી નાસ્તો અને ગાંઠિયાના પાર્સલ કરાવી જતો. આ ઉપરાંત દા પીવા માટે પૈસાની પણ માગણી કરતો હતો ત્યારે બે સાહ પહેલા પ્રતાપ ગાંઠિયાની લારીએ આવીને બળજબરીથી છરી બતાવીને ખિસ્સામાંથી બે હજારની રોકડ લૂંટી લીધા અને ફરિયાદ કરીશ તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી લુખ્ખાગીરી થી કંટાળેલા વેપારીએ અંતે એ ડિવિઝનમાં પ્રતાપ ઉર્ફે બેરો સોમાણી સામે વિધિવત ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લ ેખનીય છે કે કાળવા ચોક વિસ્તારમાં આવેલી વેપારીની દુકાન સામે જ મહિલા પોલીસ ચોકી આવેલી છે છતાં પણ લુખ્ખાઓને પોલીસની બીક જ ન હોય તેમ પોલીસ ચોકીની સામે લુખ્ખાગીરી કરી વેપારીને લૂંટ કર્યાના બનાવથી વેપારીઓમાં ભય ફેલાયો છે. તેમજ રાત્રિના સમયે કડક પેટ્રોલિંગ અને ચેકિંગ કરવા પણ લોકોમાંથી માંગ ઉઠી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application