જિલ્લામાં ચાર માસમાં રુા. ૭.૧ર કરોડની વિજચોરી પકડાઇ

  • August 18, 2023 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ર૦પ૦ વિજ કનેકશનમાં ચોરી માલુમ પડતા પીજીવીસીએલએ દંડ ફટકાર્યો

જામનગર શહેર અને જિલ્લામાં ચોરીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે પીજીવીસીએલ દ્વારા સ્થાનિક અને બહારની ટીમો દ્વારા ચેકીંગ કરવામાં આવે છે જેના ભાગરુપે જામનગર જિલ્લામાં પીજીવીસીએલ તંત્રએ વિજ ચેકીંગ હાથ ધરીને છેલ્લા ૪ માસમાં ર૦પ૦ વિજ મીટરોમાંથી ૭.૧ર કરોડની વિજચોરી ઝડપી લીધી છે. વિજચોરી કરનારાઓ પાસેથી રીકવરી પણ કરવામાં આવી રહી છે. તો ૧૦૦ જેટલી વીજ પોલીસે ફરીયાદો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિજચોરીને અટકાવવા માટે વિજ તંત્ર દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે જામનગર જિલ્લામાં વિજ ચોરીને ડામવા માટે વિજ તંત્રની જુદી જુદી ટીમો દ્વારા વિજ ચેકીંગ કરવામાં આવે છે. ત્યારે છેલ્લા ચાર માસમાં વીજ તંત્રએ જામનગર શહેર તેમજ ગ્રામ્ય કાલાવડ, જામજોધપુર, લાલપુર, ધ્રોલ અને જોડિયા સહિતના તાલુકા વિસ્તારોમાં ૭૯૭૦ વિજ મીટરો ચેક કર્યા હતા. જેમાંથી ર૦પ૦ વિજ મીટરોમાં ફોલ્ટ મળી આવતા કુલ ૭૧રરર લાખની (વિજચોરી) ઝડપી લીધી છે. જેની વિજ તંત્ર દ્વારા રીકવરી કરવામાં આવી રહી છે અને ૧૦૦ જેટલી વિજ પોલીસે ફરિયાદો નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જ્યારે વિજ અધિકારી દ્વારા જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાના કારણે ૧ માસ સુધી તો વિજ ચેકીંગ કરવામાં આવ્યું જ નથી. જેથી આગામી સપ્તાહથી વિજ ચેકીંગની કામગીરી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application