દેલવાડા ગામે બેકરીના ટોસ બટરમાં માર્બલ ચોટેલા પથ્થરના ટૂકડા નીકળ્યા

  • May 05, 2023 01:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાના દેલવાડા ગામે આવેલ દુકાનમાંથી ટોસ બટરનું પેકેટ નાસ્તા માટે મહીલાએ લીધા બાદ મહીલા બાળકે ચા સાથે બટરનું પેકેટ ખોલતા તેમાંથી માર્બલ પથ્થરના ચોટેલા કટકા બાળકના મોઢામાં આવતા તાત્કાલીક બહાર કાઢી દુકાનદારને આ બાબતે જાણ કરતા દુકાનદારે બેકરીના માલીકને ફરીયાદ કરતા આ પેકેટ લઇ મહીલા બેકરીના માલીક પાસે પહોચી હતી. ત્યા તેને આ બાબતે ભીનું સંકેલી લેવા જણાવતા આ ઘટના અખબારો સુધી પહોચતા ખાદ્યપદાર્થોમાં રખાતી બેદરકારી બહાર આવી હતી.


ઊના નજીકના દેલવાડા ગામે રહેતી અને મજુરી કામ કરતી મહીલાએ નજીકની એક દુકાન માંથી રૂ. ૧૦ નું ટોસ બટરનું પેકેટ ખરીદેલ હતું. અને ઘરે જઇ ચા સાથે ટોસ બટર પોતાના બાળકને આપતા આ ટોસ બટરમાં માર્બલ પથ્થરના ટુકડા ચોટેલા હોય તે બાળકના મોઢામાં આવતા તાત્કાલીક માતાને વાત કરતા આ બાબતે મહીલાએ દુકાનના માલીક પાસે બટરનું પેકેટ લઇ બતાવતા તેણે આ ટોસ બટર ઉના નજીક આવેલી દેલવાડા રોડ પરની એક બેકરી માંથી આવતા હોવાનું જણાવતા આ મહીલા પેકેટ લઇને બેકરીના માલીકને  ફરીયાદ કરવા પહોચી હતી. બેકરી માલીકે ટોસ બટરમાં નિકળેલા માર્બલના ટુકડા જોઇ થોડીવાર આશ્વર્ચજનક ઘટના જણાવી આ પ્રકરણને જતુ કરવા ગલ્લા તલ્લા કરી ભીનું સંકેલી લેવા જણાવેલ હતું. પરંતુ આખા પેકેટમાં ટોસ બટરમાં માર્બલ પથ્થરના કટકા હોય લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડા કરી સામાન્ય ઘટનામાં જણાવતા મહીલા આ બેકરી સંચાલક સામે તાત્કાલીક આરોગ્ય વિભાગ અને ખાદ્ય ચિજવસ્તુ નિયંત્રણ અધિકારી તાત્કાલીક તપાસ કરે તેવી માંગણી સાથે અખબારો સુધી આ ઘટના પહોચાડી લોક જાગૃતિ દાખવી હતી.

પથ્થરના ટૂકડા ચોટાડેલા છે, રૂ.૫ હજારની માગ કરી હતી-બેકરીના માલિક
આ બાબતે બેકરી સંચાલક ગીરીશભાઇ ટેવાણીએ પોતાની બેકરીમાં બનતી ટોસ બટરની આઇટમમાં સુધ્ધ અને ચોખ્ખાય રાખવાને બદલે આ ઘટના દબાવા મહીલાએ પૈસા માંગ્યા હોવાનો બચાવ કરી આ ઘટના  દબાવી દેવા પ્રયાસ કર્યો હતો.

બટર ટોસમાંથી માર્બલના પથ્થરની કાકરી નીકળી-ફરિયાદી મહિલા
આ અંગે ભોગ બનનાર મહીલા અમીનાબેન ચોહાણએ ટોસ બટર ઉપર ચોટેલા માર્બલ પથ્થરના કટકા પુરાવા સાથે પેકેટ લઇને બેકરીના માલીક પાસે  પહોચી હોવા છતાં આ પ્રકરણને ભીનુંસંકેલી લેવા પ્રયાસ કરેલ એ વખતે મહીલાએ જણાવેલ કે આ ઘટના અમારી સાથે બની છે. ભવિષ્યમાં અન્ય ગરીબ પરીવારો આવી ઘટનાનો ભોગ ન બને તેવા હેતુ સાથે જવાબદાર તંત્રએ આ બેકરીની બનતી આાઇટમની તપાસ કરવી જોઇએ. જેથી લોકોના  આરોગ્ય સાથે થતા ચેડા અટકાવી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application