લ્યો બોલો!!! ગુસ્સામાં ભાઈ પર પાણી ફેંક્યું અને કોર્ટે 30 વર્ષની સજા સંભળાવી

  • February 28, 2023 05:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaalteam 
વિશ્વમાં વિવિધ પ્રકારના લોકો છે. કેટલાક લોકોને જલદી ગુસ્સો નથી આવતો તો કેટલાક વ્યક્તિને નાની નાની વાતમાં ગુસ્સો આવે છે. ઘણી વાર આપણે ગુસ્સામાં એવું કામ કરીએ છી કે, જેનાથી પાછળથી નુકસાન થાય. આવું જ કંઈક અમેરિકાના ફ્લોરિડા પ્રાંતમાં રહેતા એક વૃદ્ધ સાથે બન્યું. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે શરીરની તાકાત ઓછી હોય છે ત્યારે વડીલો વધુ ગુસ્સે થાય છે. લી કાઉન્ટીના 64 વર્ષીય ડેવિડ શેરમન પોવેલસન પણ આ જ નબળાઈનો ભોગ બન્યા હતા અને તેના પર એક નાની વાત પર તેમના આરોપ લાગ્યો અને અને જેલમાં જીંદગી પસાર કરાવી પડી.

એક રાત્રે ડેવિડ શેરમન પોવેલસન અને તેના ભાઈઓ સાથે ડિનર કરી રહ્યા હતા. દરમિયાન તેમની વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.જ્યારે બંને વચ્ચે બોલાચાલી વધી ત્યારે રસોડા પાસે રહેલા ડેવિડે તેને શાંત કરવા માટે મોટા ગ્લાસમાં પાણી લીધું અને તેના ભાઈ પર ફેંક્યું. ભાઈએ રાત્રે 8.30 વાગ્યે પોલીસને ઈમરજન્સી કોલ કર્યો અને તેમના જીવને જોખમ હોવાનું જણાવીને ફોન કર્યો.

રસપ્રદ વાત એ છે કે આટલી નાની વાત માટે ડેવિડ પર એક ખાસ પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપ વ્યક્તિ પર ત્યારે જ લાદવામાં આવે છે જ્યારે તેણે ઈરાદાપૂર્વક કોઈને ગંભીર શારીરિક નુકસાન પહોંચાડ્યું હોય અથવા કોઈને કાયમ માટે વિકલાંગ બનાવ્યું હોય. જોકે આ કેસમાં આવું કંઈ થયું નથી અને ડેવિડ ના ભાઈને કોઈ ઈજા થઈ નથી. છતાં તેને આ સજા આપવામાં આવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application