જસદણના શિવરાજપુર ગામે રહેતા કારખાનેદાર આધેડ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી ઘર છોડી દઈ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યેા હતો જેથી તેમને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કારખાનેદારે જસદણ અને અહીંના ઐંટવડ, ગોખલાણા અને શિવરાજપુર ગામે રહેતા શખસો સહિત છ સામે વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, જસદણ તાલુકાના શિવરાજપુર ગામે ખોડીયારનગરમાં રહેતા છગન જીવાભાઇ મુલાણી(ઉ.વ ૪૯) નામના આધેડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અહીં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આધેડનું નિવેદન લઇ સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
છગનભાઈએ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી કંટાળી આ પગલું કયુ હોય આ અંગે તેમણે જસદણ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદમાં આરોપીઓ તરીકે જસદણમાં રહેતા સમીર, હત્પસેન, ઉદય દિલીપભાઈ ધાધલ,ભાભલુ, શિવરાજપુરમાં રહેતા ક્રિપાલ ગબભાઈ મોડા અને અશોક ચનાભાઈ ગોલાણીના નામ આપ્યા છે.
આધેડે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે તે ત્રણ વર્ષ પૂર્વે શિવરાજપુરમાં હીરાનું કારખાનું ચલાવતા હતા તે સમયે પૈસાની જરિયાત ઊભી થતા અગાઉ સાથે કામ કરનાર હત્પસેનનો કોન્ટેકટ કર્યેા હતો અને તેને પિયા એક લાખની જરિયાત બાબતે કહેતા તેણે કહ્યું હતું કે મારી પાસે પૈસા નથી પરંતુ મારો ભાઈ સમીર વ્યાજનો ધંધો કરે છે બાદમાં છગનભાઈએ આ સમીર પાસેથી .૧ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતા ત્યારબાદ જરિયાત પડતા અન્ય શખસો પાસેથી પણ વ્યાજે રકમ લીધી હતી અને ફરિયાદી તેમની નિયમિત વ્યાજ ચૂકવતા હતા.પરંતુ પાંચેક મહિના પૂર્વે ઉનાળામાં મંદી આવતા વ્યાજ ચૂકવી ન શકતા અને વધુ પૈસાની જરિયાત પડતા તેમણે અશોક ચનાભાઈ ગોલાની પાસેથી પિયા ૫૦,૦૦૦ ની રકમ ૧૦ ટકા વ્યાજે લીધી હતી અને અન્ય ૫ શખસોને વ્યાજ ચૂકવતા હતા ત્યારબાદ અશોકને વ્યાજ ચૂકવી ન શકતા તે ઘરે આવી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો તેમજ ફરિયાદીની સહીવાળા ચેક લઈ ગયો હતો અને પ્રોમિસારી નોટ પણ લખાવી લીધી હતી. ત્યારબાદ ફરિયાદી બધાને પિયા ૩૮૦૦૦ ચૂકવતા હતા. છેલ્લા એક મહિનાથી વ્યાજ ચૂકવી ન શકતા
(અનુ. નવમા પાને
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની ૧૫૯ નગરપાલિકા અને ૮ મહાનગરપાલિકાનો ‘ઇ-નગર’ પ્રોજેક્ટમાં સમાવેશ, જાણો કઈ કઈ સેવાઓ મળે છે
December 23, 2024 04:05 PMચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech