જસદણના શિવરાજપુરમાં રહેતા યુવાનનું વ્યાજની રકમની ઉઘરાણી માટે બે શખસોએ ગામના પાદરથી અપહરણ કરી ફલેટમાં યુવાનને ગોંધી રાખી જમીનનું લખાણ કરી આપવા ધમકી આપી હતી.યુવાનના મિત્રે આરોપી પાસેથી રૂ.૧ લાખ વ્યાજે લીધા હોય જેમાં યુવાન જામીન પડયો હતો.યુવાનનો મિત્ર દારૂના ગુનામાં પકડાઇ જતા તે વ્યાજની રકમ ચૂકવી ન શકતા આ શખસો યુવાનને અવારવનવાર ધમકી આપતા હતા બાદમાં તેને ઉઠાવી ગયા હતાં.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે બે શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વ્યાજખોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,જસદણના શિવરાજપુરમાં રહેતા અને સેન્ટ્રીંગનું કામ કરનાર જયદીપ ઉર્ફે દીપો તેજાભાઇ ઝાપડીયા(ઉ.વ ૨૫) નામના યુવાને જસદણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણમાં રહેતા પ્રભાત બહાદુરભાઇ જળુ અને વિરાજ કિશોરભાઇ ચાવડાના નામ આપ્યા છે.જેના આધારે પોલીસે બંને આરોપી સામે આઇપીસીની કલમ ૩૬૫,૩૮૭,૫૦૪,૫૦૬(૨),૩૪૨,૧૧૪ અને મની લેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, દશેક મહિના પૂૃર્વે ભીમઅગીયારસના દિવસે કાળાસર ગામે રહેતા વિશાલ શામજીભાઇ વાસાણી કે જે તેનો મિત્ર હોય તેને પૈસાની જરૂર હોય તેને યુવાનને વાત કરી હતી કે,પ્રભાતભાઇ તારા પરિચિત હોય તેની પાસેથી વ્યાજે નાણાં લઇ આપવ કહ્યું હતું કે જેથી યુવાને મિત્રને વ્યાજે નાણા આપવા પ્રભાતભાઇન કહ્યું હતુંં વીશાલ તેની પાસેથી રૂ.૧ લાખ દરોરોજ રૂ.૧ હજાર વ્યાજ ચૂકવવાની શરતે લીધા હતાં.તે સમયે પ્રભાતભાઇ કહ્યું હતું કે,તું આ વ્યાજમાં જામીન છો જો મને રેગ્યુલર વ્યાજ નહીં મળે તો તારી જમીન પડાવી લઇશ.બાદમાં વિશાલ રેગ્યુલર વ્યાજ ભરતો હતો.દરમિયાન વિશાલ દારૂના ગુનામાં પકડાઇ જતા જેલહવાલે થયો હતો.જેથી તે વ્યાજની રકમ ચૂકવી ન શકતા પ્રભાત યુવાનને વ્યાજની રકમની ઉઘરાણી માટે ધમકી આપવા લાગ્યો હતો.અવારનવાર ઘર પાસે આવી કહેતો કે તું વ્યાજની રકમ નહીં ચૂકવે તો તારી જમીન પડાવી લઇશ.
દરમિયાન ગત તા.૧૦/૨/૨૦૨૪ ના રોજ સાંજના સમયે યુવાન ઘરે હતો ત્યારે પ્રભાતનો ફોન આવ્યો હતો અને કહ્યું ગાળો આપી ગામના પાદરમાં બોલાવ્યો હતો.અહીં બંને આરોપી થાર ગાડીમાં ઉભા હોય તે અનેે તે ગાળાગાળી કરી યુવાનને થાર ગાડીમાં ઉઠાવી ગયા હતા.આ સમયે યુવાનને તેની પત્નીને આ ઘટના અંગે ફોન કરી દીધો હતો.બાદમાં ગોખલાણા ચોકડી થઇ પેટ્રોલપંપ પાસે ધરતી હાઇટસના ફલેટમાં યુવાનને લઇ જઇ અહીં તેને ગોંધી રાખી ધમકી આપી જમીનનું લખાણ કરી આપવા ધમકી આપતા હતાં.યુવાનની પત્નીએ પોલીસને જાણ કરી દીધી હોય જેથી પોલીસ પણ અહીં આવી ગઇ હતી.બાદમાં ત્રણેયને પોલીસ સ્ટેશન લઇ ગયા હતાં.યુવાનને જે તે સમયે ડરના લીધે ફરિયાદ કરી ન હતી.બાદમાં પરિવારે હિંમત આપતા અંતે આ ફરિયાદ નોંધાવી છે.આ અંગે વધુ તપાસ જસદણ પોલીસ મથકના પીઆઇ ટી.બી.જાની ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech