સૌરાષ્ટ્ર્રનું પાટનગર ગણાતું અને રાયના પાંચ મહાનગર પૈકીનું એક રાજકોટ શહેર રીંગ વાહકો, શાસકોની દુરંદેશીના અભાવે ધારે તેવી પ્રગતિની હરણફાળ ભરી શકયું નથી. અહીં સ્માર્ટ સીટીના નામને આકર્ષે એવા કામો તો ઠીક રસ્તાઓ પર ડીવાઈડરની વચ્ચે લાઈટીંગના કેબલ વાયરોને અંડર ગ્રાઉન્ડના બદલે ખુલ્લ ા છોડી દેવાયેલા છે. બે દિવસ પુર્વે જ એક આશાસ્પદ યુવતીનો આવા જીવતા વિજ વાયરે જીવ લીધો છે. તંત્રને મહાપાલિકાને હજી કોઈના જીવ જવાની રાહ છે ? શું આવા વિજ વાયરોે કોઈ મોટી ટીઆરપી ગેમઝોન જેવી દુર્ઘટના સર્જી દે તે બાદ જ તત્રં જાગશે ? અિકાંડની દુર્ઘટના બાદ પણ કોઈ ધડો લેવાશે કે પછી માત્રને માત્ર ખુરશી, સત્તા મોહમાં જ વળગી રહેશે ? પ્રજાની સુરક્ષાની ચિંતા કે ખેવના સાથે ત્વરીતપણે શહેરભરમાં આવા ખુલ્લ ા વિજ વાયરો અંડર ગ્રાઉન્ડ કરાવવા જોઈએ.
રાજકોટમાં ગત બુધવારે સાંજે માત્ર દોઢ–બે ઈંચ વરસાદથી રસ્તાઓ જળબંબાકાર જેવા થઈ ગયા હતા. કયાંક કયાંક તો કાર, ટુ વ્હીલરના ટાયરો ડુબી જાય તેટલા પાણી રોડ પર ફરી વળ્યા હતા. રસ્તાઓ કે રસ્તા પર પડેલી વસ્તુઓ વાહન ચાલકોને દેખાઈ જ ન ાકે, પાણી ભરાવવાના કારણે ટ્રાફીકજામ અને રસ્તા વચ્ચે કરાયેલા ડીવાઈડરો પણ પાણીમાં ડુબી ગયા હતા. સત્યસાંઈ રોડ પર રસ્તા પર ફરી વળેલા પાણીને કારણે ટુ વ્હીલરસવાર યુવતીને ડીવાઈડર વચ્ચે રહેલા ખુલ્લ ા વિજ વાયર, કેબલ વાયર દેખાયા નહીં અને વાહનનું બેલેન્સ જાળવવા જેવો પગ નીચે માંડયો કે, તુરત જ વિજ આંચકો લાગવાથી નાનામવા રોડ પર હરીદ્રાર હાઈટસમાં રહેતી એ યુવતી નીરાલી વિનોદભાઈ કાકડીયાએ જીવ ગુમાવ્યો હતો.
ઘટનાને ત્રણ દિવસ થયા છતાં હજી બેજવાબદારી કોની તે બાબતે મહાપાલિકા, પીજીવીસીએલ વચ્ચે ખો અપાઈ રહ્યો છે. શહેરમાં તંત્રના બેજવાબદારીપણાથી એક યુવતીએ જીવ ગુમાવ્યા બાદ પણ મહાપાલિકા હજી જાગી ન હોય તેવા શહેરભરના ઘણાખરા માર્ગેા પર જીવતા બોમ્બ જેવા વાયરો બીછાવેલા પડેલા છે.
ડીવાઈડરની વચ્ચે સ્ટ્રીટલાઈટ વિજ પોલ ઉભા કરાયેલા તેના વિજ કનેકશનના કેબલ વાયર ડીવાઈડરની બે નાની પાળી (દિવાલ) વચ્ચે જ ખુલ્લ ા મુકી દેવાયેલા છે. બ્લેક કલર કે આવા કેબલ વાયરો કયાંકથી ક્રેક થાય અથવા તો તુટફત્પટ થાય તો અંદર રહેલા વિજ વાયરો યમદુત, જીવતા બોમ્બ જેવા બની જાય છે અને કોઈ અડકે કે તુરત જ યમરાજનું તેડું નિશ્ચિત જેવું બની શકે.
ખરેખર આવા ખુલ્લ ા કેબલ વાયરો ડીવાઈડરની વચ્ચે જ માટી કે ઉપર કોંક્રીટ કરીને અંડર ગ્રાઉન્ડ કરવા જોઈએ જેથી કોઈ ટીખળી તોડફોડ ન કરી શકે કે અકસ્માતે પણ તુટફત્પટ ન થાય. યુવતીને ખુલ્લ ા વાયરથી અથગ કરંટને લઈને વિજ આંચકો લાગ્યો હોવાનું પોલીસ દ્રારા કથન થઈ રહ્યું છે. મહાપાલિકા દ્રારા જાહેરાત એજન્સીના બોર્ડ, વાયર હોવાનો બચાવ કરાઈ રહ્યો છે. જે કાંઈ હોય તે પરંતુ જાગ્યા ત્યારથી સવાર જે રીતે યુવતીને વિજ કરટં લાગ્યો અને ઘટના બની ત્યાંથી તો તંત્રએ ધડો લઈને હવે આવા બધા ખુલ્લ ા કેબલ વાયરો ત્વરીતપણે અંડર ગ્રાઉન્ડ કરાવવા જોઈએ કે ટીઆરપી ગેમઝોન અિકાંડ પછી પણ હજી મહાનગરપાલિકાની આખં હજુ ખુલ્લી નથી
ડીવાઈડર્સની સાવ નીચી હાઈટ અને ખુલ્લા કેબલ ખતરે કી ઘંટી
શહેરના ચાર માર્ગીય રસ્તાઓમાં વચ્ચે ડીવાઈડર કરવામાં આવેલા છે. ઘણાખરા માર્ગેા પર આ ડીવાઈડરની હાઈટ ત્રણ ફત્પટ કે વધુની છે જેને બન્ને ડીવાઈડરની પાળી (દિવાલ) વચ્ચેના ભાગમાં માટી અને પ્લાન્ટેશન વચ્ચે આ ખુલ્લ ા કેબલો પડેલા છે. તે હજી એટલા જોખમી નથી કારણ કે, એટલી હાઈટે વાહન ચાલક અકસ્માતે પણ અડકી ન શકે. જયારે સાવ નીચા ડીવાઈડર કે જે માત્ર કદાચ અર્ધેા ફત્પટ કે એવી હાઈટના છે તેની વચ્ચે વિજપોલ મુકાયેલા છે અને તેના કેબલ વાયર નીચા ડીવાઈડરની બે આડશ વચ્ચે જ ખુલ્લ ા પડેલા છે જેને નાના બાળક કે કોઈ ઢોર ઢાખર પણ સાવ અજાણતા પણ અડકી શકે. આવા નીચા હાઈટના ડીવાઈડર ઉંચા લઈ અને ખુલ્લા કેબલ વાયર તાત્કાલીક દાટવા જરૂરી છે.
જાહેરાતોની લાખોની આવક લોકોના જીવના જોખમે કેટલી વ્યાજબી ?
રાજકોટમાં માર્ગેાની વચ્ચેની ડીવઈડરની એકાદ ફત્પટ જેવી પહોળાઈના વચ્ચેના ગાળામાં ઉભા વિજપોલ સાથે જાહેરાતના બોર્ડ લટકાવવા અથવા ડીવાઈડરની વચ્ચેની જગ્યામાં આવા કિયોસ્ક બોર્ડ લગાવવાના ખાનગી એડ એજન્સીઓને મહાપાલિકા કોન્ટ્રાકટ આપી લાખો રૂપિયાની કમાણી કરે છે. આવક થાય એ વ્યાજબી છે પરંંતુ જો ડીવાઈડર વચ્ચેના એડના પાટીયા કોઈના જીવના જોખમ બને તો એ કેટલા વ્યાજબી છે ? બોર્ડ સુરક્ષીત છે કે, વિજ વાયર ખતરારૂપ છે કે નહીં ? મેઈન્ટેનન્સ બરોબર થાય છે કે કેમ ? તે બધી જવાબદારી કોની ? શું મહાપાલિકાએ બેઠા બેઠા એડની લાખોની આવક જ જમવાની ? આવા સવાલો ઉઠયા વિના રહે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech