શહેરના અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના ૧૫૦ રીંગરોડ પર બિગ બજાર સામે ઈમ્પિરિયલ હાઇટસ નજીક પૂરપાટ ઝડપે ધસી આવેલા ટ્રકે અકસ્માતની હારમાળા સર્જી હતી. એક બાદ એક છ જેટલા વાહનોને હડફેટે લીધા બાદ ટ્રક દિવાલ સાથે અથડાતા અહીં નાસભાગ મચી જવા પામી હતી. બનાવને લઈ અહીં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા જેની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ પણ બનાવ સ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતની આ ઘટના અંગે બેંક કર્મચારી યુવાનની ફરિયાદ પરથી પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગઈકાલ સાંજના સાડા પાંચેક વાગ્યે આસપાસ બિગ બજાર સામે ઇમ્પિરીયલ હાઈટસની નજીક માતેલા સાંઢની જેમ ધસી આવેલા કૃષ્ણ કોન્ક્રીટના ટ્રકે એક બાદ એક છ જેટલા વાહનોને હડફેટે લઈ આ ટ્રક દિવાલ સાથે અથડાતા અહીં નાશભાગ મચી ગઈ હતી.
અકસ્માતની આ ઘટના અંગે શહેરના મોરબી રોડ પર ગણેશનગરમાં રહેતા અને યુનિવર્સિટી રોડ પર એચડીએફસી બેંકમાં નોકરી કરનાર માનવ હેમરાજભાઈ ધુલિયા (ઉ.વ ૨૪) નામના યુવાને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવાને જણાવ્યું હતું કે, ગઈકાલે સાડા પાંચેક વાગ્યા આસપાસ તે પોતાનું હીરો હોન્ડા પેશન નંબર જીજે૩ એમએન ૩૬૨૧ લઈ ઈમ્પિરિયલ હાઇટસમાં કામ સબબ ગયો હતો. આ સમયે તેણે પોતાનું બાઈક અહીં ઈમ્પિરિયલ હાઇટસની દિવાલ પાસે પાર્ક કયુ હતું.
થોડીવાર બાદ તે બહાર આવતા ટ્રક નંબર જીજે ૩ એચઇ ૨૩૫૩ ના ચાલકે ફુલ સ્પીડે અને બેદરકારીપૂર્વક ટ્રક ચલાવી અહીં પાર્ક કરેલા તેના વાહનને તેમજ આસપાસ અન્ય વાહનોને હડફેટે લઇ આ ટ્રક દિવાલમાં ભટકાડી દીધો હોવાનું માલુમ પડું હતું. જેથી તેણે પોતાના પિતા હેમરાજભાઈને ફોન કરીને બોલાવ્યા હતા. આ સમયે ટ્રક ચાલક અહીં ટ્રકમાં જ હોય ૧૦૦ નંબર પર કોલ કરતા માલવીયાનગર પોલીસ અહીં પહોંચી હતી. બાદમાં યુવાને તેના વાહન તથા અન્ય વાહનોમાં થયેલા નુકસાન અંગે આ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે માલવિયાનગર પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં થયેલી રોકડની ચોરીનો ગણતરીની કલાકોમાં LCB એ ભેદ ઉકેલ્યો
December 23, 2024 11:44 AMદ્વારકા જિલ્લામાં આગામી ચૂંટણી અન્વયે મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ
December 23, 2024 11:44 AMટ્રમ્પે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનની એઆઈ નીતિ સલાહકાર તરીકે નિયુકિત કરી
December 23, 2024 11:43 AMધ્રોલ પાસેના સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરી, સાત શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા
December 23, 2024 11:43 AMપ્રથમ વખત જીવંત કોષોને અવકાશમાં થશે પરીક્ષણ
December 23, 2024 11:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech