રાજકોટના ટીએસરપી ગેમઝોનમાં સર્જાયેલા અિકાંડમાં બાળકો સહિત ૨૭ નિર્દેાષ નાગરિકોના મોત નિપયાની ભયાનક દુર્ઘટના બાદ રાજકોટ મહાપાલિકાના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબા અને સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સહિતના ત્રણ અધિકારીની ધરપકડ થયા બાદ તેમને જેલ હવાલે કરાયા હતા, દરમિયાન ખાલી પડેલી ચીફ ફાયર ઓફિસરની જગ્યા માટે અધિકારી આપવા મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ સરકારમાં માંગણી કરતા કચ્છ ખાતેથી અનિલ બેચર માની નિમણુકં કરાઇ હતી પરંતુ તે પણ કટકીબાજ નીકળતા અને કુલ .૩ લાખની લાંચના બીજા હા પેટે .૧.૮૦ લાખની રકમ લેતા ઝડપાઇ જતા હવે ફરી ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી પડી છે જેના લીધે ફાયર એનઓસીની કામગીરી ફરી ઠપ્પ થઇ ગઇ છે. મ્યુનિ.કમિશનરએ ફરી સરકાર પાસે સીએફઓ આપવા માંગણી કરી છે.
વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ, તાજેતરમાં ફરી મ્યુનિસિપલ કમિશનર સ્તરેથી સરકાર પાસેથી ચીફ ફાયર ઓફિસર માંગવા કાર્યવાહી શ કરાઇ છે જેના ભાગપે આજે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ અને ડેપ્યુટી કમિશનર સ્વપનીલ ખરે વચ્ચે મિટિંગ યોજાઇ હતી જેમાં આ મામલે ઉંડાણપૂર્વક ચર્ચા વિચારણા થઇ હતી. ખાસ કરીને કટકીબાજ અનિલ માએ છેલ્લા દોઢ મહિનામાં જે ૧૩૯ ફાયર એનઓસી ઇસ્યુ કર્યા હતા તેની ફેર ચકાસણી કરવા માટે પણ ચીફ ફાયર ઓફિસરની જર પડશે. સીએફઓ લેવલના અને ફાયર એકટના એકસપર્ટ જ આ અંગેની ફેર ચકાસણી કરી શકે. કલાસ વન કેડરના ચીફ ફાયર ઓફિસરની જગ્યા ફરી ખાલી પડતા ફાયર એંઓસીની કામગીરી સંપૂર્ણ ઠપ્પ થઇ ગઇ છે. જૂની અરજીઓ બહત્પ પેન્ડિંગ નથી પણ હવે નવા એનઓસી ઇસ્યુ કરવા માટે કોઇ સાઇનિંગ ઓથોરિટી જ રહી નથી
લાંચિયા અનિલ મારૂની ફરિયાદો કમિશનર સુધી પહોંચતા દેસાઇએ ઠપકો આપ્યો 'તો
રાજકોટ મહાનગરપાલિકાના વિશ્વસનીય અધિકારી વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, અિકાંડ બાદ રાજકોટ શહેરમાં નિયુકત થયેલા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ માએ ફાયર એનઓસી આપવા માટે રોકડી કરવાનું શ કયુ હોવાની ફરિયાદો મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ સુધી પહોંચી હતી. દરમિયાન કમિશનર દેસાઇએ તેમને બ બોલાવીને આકરી ભાષામાં કડક ઠપકો આપી આવી પ્રવૃત્તિ બધં કરવા ચેતવણી આપી હતી પરંતુ લાંચ લેવાની ટેવ ધરાવતા અનિલ મા સુધર્યા ન હતા અને છેવટે એન્ટી કરપ્શન બ્યુરોની ટ્રેપમાં લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. આગામી દિવસોમાં તેણે ઇસ્યુ કરેલા તમામ ફાયર એનઓસીની ફેર તપાસ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. અનિલ માએ કોની પાસેથી કેટલી લાંચ લીધી હતી તેની તપાસ પણ એસીબી દ્રારા ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech