પોરબંદરમાં આઇ.ટી.આઇ. ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવતા ૧૭૦ યુવક-યુવતીઓમાંથી ૧૪૪ જેટલા રોજગારવાંચ્છુઓની પ્રાથમિક પસંદગી થઇ હતી.
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા આઈ.ટી.આઈ, પોરબંદર ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુપ બનવાના આશ્રયથી ઓદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ હતું.
આ ભરતીમેળામાં પોરબંદર જિલ્લાના ૨૫૪૬થી વધુ ઉમેદવારોને ઈ-મેલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી કુલ ૧૭૦ ઉમેદવારો હાજર રહેલ હતા.આ ભરતીમેળામાં સ્થાનિક નોકરીદાતા ટાટા ક્રોમા, ઇંડિયન પોસ્ટ પેમેંટ બેંક (આઇ.પી.પી.બી.), દ્ર સિક્યુરિટી સર્વિસિઝ, કુબેર લોન ક્ધસલ્ટન્સી તથા ઓમકાર મેનપાવર પ્રા.લી, અમદાવાદના નોકરીદાતા પ્રતિનિધિ હાજર રહેલ હતા. તેઓ દ્વારા તેમના એકમ/સંસ્થા ખાતે ખાલી જગ્યા માટેની જોબ પ્રોફાઈલ વિશે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપેલ હતી, ત્યારબાદ આ નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. જેમાં હાજર રહેલ ૧૭૦ ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે ૧૪૪ રોજગાર વાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ હતી, અને તેમને ફરી બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. તદઉપરાંત રોજગાર કચેરીનાં કાઉન્સેલરો દ્વારા કારકિર્દી માર્ગદર્શન તથા મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ પોર્ટલનું પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું હતું. આ ભરતીમેળામાં બહોળી સંખ્યામાં ઉમેદવારોએ લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech