મોરબીમાં વ્યાજખોરોનાં ત્રાસથી વેપારીનો મચ્છુમાં ઝંપલાવી આપઘાત

  • February 26, 2024 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના મચ્છુ ૩ ડેમમાં ઝંપલાવી યુવાને આપઘાત કરી લીધો હતો જે યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ડેમમાં કુદી આપઘાત કર્યાનું ખુલ્યું છે મૃતકના ભાઈએ સાત ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના રવાપર રોડ પર રહેતા અનિલભાઈ કુંવરજીભાઈ ગોધવીયાએ આરોપી દિનેશભાઈ આહીર આસ્થાવાળા, રાજુભાઈ બોરીચા ખાખરાળા વાળા, લાલભાઈ શનાળા વાળો, ભાવેશ ગોધવીયા વાવડી વાળા, સંજય ભરવાડ, જયેશ કાસુન્દ્રા અને વિકાસભાઈ પડસુંબીયા રહે નાની વાવડી એમ સાત ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
​​​​​​​
રવિભાઈ પાસે બે મોબાઈલ હોય જે બંને ફોન ચેક કરતા મોબાઈલ નંબરથી વોટ્સએપ અને બીજા મોબાઈલ નંબરમાં જુદા જુદા મેસેજ કરેલ હોય જે જોતા આપઘાતનું પગલું ભર્યું હોવાનું જણાઈ આવ્યું હતું જે મેસેજમાં તેને પૈસા આપી દીધા હતા તો ય હજુ પૈસા માંગી ધમકી આપતા હોવાનું જણાવ્યું હતું અને ઘરે આવીને ચેક રીટર્ન કરીને દબાવતા હોવાનું લખ્યું હતું જેમાં દિનેશ આહીર આસ્થાવાળા, રાજુ બોરીચા, ભાવેશ ગોધવીયાને અમુક બીજાને ચેક આપીને બીજાના નામથી જ યુવાનના એકાઉન્ટમાં નાખે છે જેને કોઈ દિવસ કોન્ટેક નથી થયો કે નથી કોઈ દિવસ વાત થઇ ફોનમાં કે રૂબરૂમાં આવવા નામના ચેક નાખે છે એકાઉન્ટમાં પૈસા દેવાના છે થોડા ગામને પણ સામે લેવાના છે કોઈ આપતા નથી,
ટાઈલ્સનો જેને માલ આપતો એ બધા પાસે આજે મારી પાસે ખોટું બોલ્યા કે થોડાક જ દેવાના છે પણ બધો હિસાબ મોબાઈલના વોટ્સએપમાં છે જે મારા ગયા પછી હું સાચો હતો એનું પ્રૂફ છે માફ કરજો હવે મારાથી બધું સહન થતું નથી એટલે આ પગલું ભરું છું તેવી સુસાઈડ નોટ પણ મળી આવી હતી. ફરિયાદીના ભાઈ મૃતક રવિભાઈએ દિનેશભાઈ પાસેથી ધંધાની જરૂરિયાત માટે ૬૦ લાખ વ્યાજે લીધા હતા જેના બદલે ૧.૫૦ કરોડ આપી દીધા હતા છતાં ધમકી આપી ચેક લઈને ઉઘરાણી કરતા હતા રાજુ બોરીચા પાસેથી વ્યાજે લીધા હતા અને તેને ચૂકવી દીધેલ છતાં ધમકી આપતા હતા ભાવેશ ગોધવીયા પાસેથી રૂપિયા આપેલ હોય જેને ધમકી આપી પૈસાની ઉઘરાણી કરતો હતો તેમજ સંજય ભરવાડ અને જયેશ કાસુન્દ્રા પાસે ફરિયાદીના ભાઈ રવિને ધંધાના રૂપિયા લેવાના હોય તેની પાસે અવારનવાર માંગવા છતાં આપતા નહિ અને હેરાન કરી માનસિક ત્રાસ આપતા હતા આમ ફરિયાદીના ભાઈ રવિના બંને મોબાઈલ ચેક કરતા જુના કોલ રેકોર્ડીંગ હોય જેમાં વિકાસ પડસુંબીયાને રવિભાઈએ ટાઈલ્સ વેચાણ આપેલ હોય જેના રૂપિયા લેવાના હોય જે આપતો ના હતો અને હેરાન કરી માનસિક ત્રાસ આપતા ફરિયાદીના ભાઈએ અંતિમ પગલું ભરી લીધું હતું તેમજ લાલાભાઈ શનાળા વાળા પાસેથી ધંધાની જરૂરિયાત ઉભી થતા વ્યાજે લીધેલ રકમ ચૂકવી દીધા છતાં ઘરે આવી ધમકી આપતો હતો આમ તમામ આરોપીઓએ પૈસા મામલે યુવાનને ધાક ધમકી આપી હેરાન પરેશાન કરતા યુવાને આપઘાત કર્યાનું ખુલ્યું છે મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application