માધાપર વિસ્તારમાં પાણી પ્રશ્નેને મહાપાલિકા સામે મહિલાઓ રણચંડી

  • February 15, 2024 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળ ના વોર્ડ નંબર ત્રણમાં આવેલા માધાપર ચોકડી વિસ્તાર માં રાજકોટ શહેરની હદમાં પડ્યાના ત્રણ વર્ષ પછી પણ આ જ દિવસ સુધી પીવાના પાણીની લાઈન નાખવામાં આવી ન હોય આ મામલે આજે સત્યમ શિવમ સુન્દરમ પાર્ક સહિતના વિસ્તારોની મહિલાઓ રણચંડી બની હતી અને મહાપાલિકા વિરુદ્ધ સૂત્રોચાર કરી દેખાવો કયર્િ હતા.
વિશેષમાં સત્યમ શિવમ સુન્દરમ પાર્કના રહીશોએ જણાવ્યું હતું કે માધાપર વિસ્તાર મનપાની હદમાં ભળ્યાનાં ત્રણ વર્ષ વીતી ગયા તેમ છતાં અહીં હજુ સુધી પાણીની લાઇન આવી નથી અને આ સમગ્ર વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણી અપાય છે. બે દિવસે એકવાર ટેન્કર આવતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે.
નળ જોડાણ માટેની પીવાના પાણીની લાઇન આપવા માટે સ્થાનિકો દ્વારા અવારનવાર શાસકો સમક્ષ માંગ કરવામાં આવી છે તેમ છતાં આજ દિવસ સુધી આ પ્રશ્નો ઉકેલાયો નથી અને હવે ઉનાળો નજીક આવતા પાણી પ્રશ્નો રોજિંદો બની જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application