કોટડાસાંગાણીમાં ગોંડલ એસટી બસો બંધ કરતા વિધાર્થીઓ સહિતના લોકો પરેશાન

  • September 16, 2024 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૪૨ ગામોના તાલુકા મથક કોટડાસાંગાણીમાં ગોંડલ જતી આવતી બસો એકાએક બધં કરી દેવાતા વિધાર્થીઓ સહિતના લોકો તેમજ અપડાઉન કરતા નોકરીયાતો ખુબ જ હાલાકીમાં મુકાયા છે. આ ઉ૫રાંત કોટડાસાંગાણી એસટી માટે ઓરમાયુ હોય તેમ સુવિધા તેમજ રૂટો ગમે ત્યારે બધં કરી દેવાતા લોકો અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે.
કોટડાસાંગાણી ખાતે ગોંડલથી આવતી અને જતે બસો બધં કરી દેતા ચાર–પાંચ દિવસથી વિધાર્થીઓ, અપડાઉન કરતા નોકરીયાતો તેમજ લોકોએ ખાનગી વાહનોમાં જાનના જોખમે ગોંડલ આવનજાવન કરવું પડે છે. થોડા દિવસ પહેલા પણ વરસાદના કારણે એસટી તંત્રએ આઠ દિવસ સુધી બસો બધં કરી દીધી હતી.
કોટડાસાંગાણીમાં એક કરોડના ખર્ચે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે પણ તે શોભાના ગાંઠીયા જેવું હોય તેમા સુવિધાના નામે મીંડુ છે. બસ સ્ટેન્ડમાં પાસ કાઢવાની પણ સુવિધા આપવામાં આવી નથી.
ગોંડલ જતી આવતી બસો બધં કરી દેવાના કારણે આસપાસના ખરેડા, અરડોઇ, રાજપરા, રાજગઢ, માણેકવાડા, ભાડવા, સોલીયા સહિતના ગામોને ગોંડલ, રાજકોટ જવા માટે મુશ્કેલી વેઠવી પડે છે. આ ઉપરાંત એસટી દ્રારા રેગ્યુલર રૂટ પણ ગમે ત્યારે બધં કરી દેવામાં આવે છે. રાજકોટ–વાસાવડ વાયા કોટડાસાંગાણી બસ ખુબ લોકપ્રિય રૂટ હોવા છતાં અને આવક પણ સારી હોવા છતાં બધં કરી દેવાઇ છે. આ બસથી ૧૯ ગામોને સુવિધા મળતી હતી. જે બધં થતાં લોકોને ભારે પરેશાની થઇ રહી છે. એસટીની આ તમામ અસુવિધાઓ બાબતે રજૂઆત કરવા છતાં તેનો કોઇ ઉકેલ આવતો નથી. લોકો અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News