રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલા ખોડીયારપરામાં રહેતા વૃધ્ધાએ ઘઉંમા નાખવાનો ઝેરી પાઉડર પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. વૃધ્ધાન માનસિક બીમારીથી પીડાતા હોય તેનાથી કંટાળી જઇ આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ગોંડલ રોડ પર આવેલા ખોડીયારપરા શેરી નં.૪ માં રહેતા હલીમાબેન યુનુસભાઇ મીનીવાડીયા(ઉ.વ ૬૦) નામના વૃધ્ધાએ ગઇકાલે બપોરના સમયે પોતાના ઘરે ઘઉંમા નાખવાનો ઝેરી પાઉડર પી લીધો હતો.જે અંગે પરિવારજનોને જાણ થયા બાદ તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.અહીં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું.બનાવને લઇ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરી કાર્યવાહી કર્યા બાદ માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે વૃધ્ધાના પુત્ર ઇમરાનભાઇએ જણાવ્યું હતું કે, તેઓ બે ભાઇ અને બહેન છે.તેમના પિતા યુનુસભાઇ છેલ્લા ઘણાં સમયથી ચાલી ન શકતા હોય પથારીવસ છે.જયારે તેમના માતા હલીમાબેન પણ છેલ્લા ઘણાં સમયથી માનસિક બીમારીથી પીડાતા હતાં.જેથી તેનાથી કંટાળી જઇ તેમણે આ પગલું ભરી લીધું હોવાનું અનુમાન છે.આ અંગે પોલીસે જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગિરનાર પરિક્રમામાં સુદ્રઢ વ્યવસ્થા જાળવવા મનપા અધિકારીએ ખાસ પોર્ટલ વિકસાવ્યું
November 15, 2024 11:24 AMરાજકોટમાં આર્કિટેકટના મકાનમાંથી ૬.૨૫ લાખની ચોરીમાં કાલાવડના ખડધોરાજીનો શખસ ઝડપાયો
November 15, 2024 11:22 AMસ્માર્ટ સ્કૂલની સંખ્યા વધી જતાં વીજળીના બિલમાં પણ મસમોટો વધારો થયો
November 15, 2024 11:18 AMલા–નીના સક્રિય થવાથી ઠંડી ભુક્કા કાઢશે: IMD
November 15, 2024 11:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech