જૂનાગઢમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. જેમાં હિન્દુ વેપારીએ એક પણ રૂપિયો લીધા વિના ૧૫૦ વારનો પ્લોટ મુસ્લિમ માલિકને સોંપી દેતા કોમી એકતા નું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું તેમજ ગઈકાલે વેપારીએ જગ્યાના માલિકનું શાલ ઓઢાડી હાર પહેરાવી સન્માન કર્યું હતું. સ્ળ પર કોમી એકતા જિંદાબાદ ના નારા પણ લગાવી વેપારીના નિર્ણયની સરાહના કરવામાં આવી હતી.
જૂનાગઢના સુખના ચોક નજીક અજંતા ટોકીઝ પાસે યુસુફભાઈ ની માલિકીના ૧૫૦ વાર પ્લોટમાં ૧૯૭૪ના વર્ષી કિર્તીભાઈ મનસુખભાઈ જસાણી ૧૪૦ રૂપિયામાં લાટી ચલાવતા હતા. ૭૦ વર્ષના કિર્તીભાઈએ વયના કારણે નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું હતું ત્યારે ગઈકાલે સાંજે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં કિર્તીભાઈએ એક પણ રૂપિયો લીધા વિના ૧૫૦ વાર જગ્યા મુસ્લિમ માલિકને પરત સોંપી દીધી હતી અને આ તકે માલિકનું ફુલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને કોમી એકતા જિંદાબાદના નારા લગાવ્યા હતા. જૂનાગઢ સનકવાસી જૈન સંઘના પ્રમુખ હિતેશભાઈ સંઘવીના જણાવ્યા મુજબ કિર્તીભાઈને ૨૦૦૪ માં એક બિલ્ડરે જગ્યા ખાલી કરી આપો તો ૧૫ લાખ આપવા કહ્યું હતું ત્યારે કિર્તીભાઈએ હું ધંધો બંધ કરીશ ત્યારે ભગવાન મહાવીરના નિયમ મુજબ એક પણ રૂપિયો લીધા વિના મૂળ માલિકને જગ્યા પરત કરશે તેમ જણાવ્યું હતું.
હાલ લોકસભાની ચૂંટણીના સમયમાં રાજકીય પક્ષો દ્વારા હિન્દુ મુસ્લિમ ના નામે પ્રચાર કરી રહ્યા છે.ત્યારે જૂનાગઢમાં બનેલા આ પ્રસંગ હિંદુ મુસ્લિમ કોમી એકતાનું અનોખું ઉદાહરણ તરીકે જોવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈબ્રાહિમ અલી ખાનની કંપની મને ગમે છે: પલક તિવારીએ જાહેરમાં સ્વીકાર્યું
November 15, 2024 12:03 PMપ્રિયંકા, દીપિકા-આલિયા પછી સૌંદર્યા શર્મા હોલિવૂડમાં ડેબ્યૂ કરશે
November 15, 2024 12:01 PMભુલ ભુલૈયા 3 અને સિંઘમ અગેનનો ચાર્મ પૂરો, હવે શાહરૂખ ડંકો વગાડશે
November 15, 2024 11:59 AMકંગુવા ગાજી તેવી વરસી નહી, બોબીને મળ્યા માત્ર 5 કરોડ, સૂર્યાને 39 કરોડ
November 15, 2024 11:57 AM'તેરે બિન'ની એક્ટ્રેસે પતિના બીજા નિકાહ માટે રાખી આ મોટી શરત
November 15, 2024 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech