જૂનાગઢમાં વણઝારી ચોકમાં પાણીની લાઈનમાં ભંગાણથી પાણીની રેલમ છેલમ

  • September 16, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા વણઝારી ચોકમાં પાણીની લાઈન નાખવા રસ્તો તોડવામાં આવી રહ્યો છે. આજે સવારે પાણીની લાઈનમાં ભંગાણ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.હાલ વણઝારી ચોક થી નવાનગર વાડા તરફ જતા રસ્તે પાણીની લાઈન નાખવા માર્ગેાને તોડવામાં આવી રહ્યા છે.કોન્ટ્રાકટરોની રાહબારીમાં તમામ કામગીરી થતી હોવાથી રસ્તાઓનો કચ્ચરધાણ થઈ રહ્યો છે.મનપાના અધિકારીઓના સુપર વિઝન વગર જ કામગીરી થતી હોવાથી  અન્ય લાઈનોમાં પણ ભંગાણ થઈ રહ્યું છે.આજે સવારે પાણીની લાઈન નાખવા હયાત પાણીની લાઈન તૂકાવાચોકમાંટી જતા માર્ગેા પર પાણીની રેલમ છેલમ સર્જાઇ હતી. એક તરફ રસ્તાઓ તોડવાથી માટીના થરો નાખવામાં આવ્યા છે. તો બીજી તરફ પાણીના કારણે કાદવ કીચડ થી વેપારીઓ અને રાહદારીઓને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. જેથી લોકો દ્રારા વિકાસલક્ષી કામગીરી  વિવિધ વિભાગોના અધિકારીઓના સુપરવાઇઝન હેઠળ જ કામગીરી થાય તેવી માંગ કરવામાં આવી છે.અગાઉ  કાળવાચોક થી માંગનાથ રોડ તરફ જતા રસ્તાને તોડતી વખતે બીએસએનએલ ની લાઈનો પણ તૂટી હતી યારે આજે વણઝારી ચોકમાં પાણીની લાઈનમાં ભંગાણ થતા રાહદારીઓ અને વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application