જસદણમાં વ્યાજખોરોના ત્રાસી વેપારીએ ગામ છોડી ભાગવું પડ્યું

  • March 05, 2024 01:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણમાં લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા કાપડના વેપારીએ ધંધા માટે અલગ- અલગ ચાર વ્યક્તિઓ પાસેથી વ્યાજે નાણા લીધા બાદ તેઓ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા હતા. વેપારીએ કુલ રૂપિયા 8.50 લાખ વ્યાજ લીધા હોય જેના બદલામાં રૂ.13.47 લાખ ચૂકવી દીધા હોવા છતાં વધુ રકમની ઉઘરાણી કરી ધાક ધમકી આપતા હોય તેમજ મારકુટ કરતા હોય જેના ત્રાસથી કંટાળી વેપારીએ ગામ પણ છોડી દીધું હતું. અંતે આ મામલે વેપારીએ ચાર શખસો સામે ફરિયાદ નોંધાવતા જસદણ પોલીસે આરોપીઓ સામે મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.

વ્યાજખોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જસદણમાં લાતી પ્લોટ વિસ્તારમાં ગોખલાણા રોડ પર રહેતા દિલીપભાઈ જયંતીભાઈ વાઘેલા નામના વેપારીએ જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણના લાતી પ્લોટમાં રહેતા અશોક ઉનડભાઈ ધાંધલ રાજકોટમાં રહેતા શિવકુ વીરાભાઇ ખાચર, બાબરાના કોટડા પીઠામાં રહેતા ગૌતમ બોરીચા તેમજ જસદણના પોલારપર ગામે રહેતા વાલા ભરવાડના નામ આપ્યા છે.

દિલીપભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને અહીં જસદણમાં કપડાની દુકાન આવેલી છે સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. આજથી બે વર્ષ પૂર્વે તેઓને જસદણના આદમજી રોડ પર આઇ મોગલ સેલ્સ નામની કપડાની દુકાન શરૂ કરી હોય અને દુકાનમાં સામાન ખરીદવા માટે રોકડ રકમની જરૂર હોય અશોક ઉનાળભાઈ ધાંધલ પાસેથી રૂ.2,8 ટકા વ્યાજ લેતા હતા. બે વર્ષ સુધી 16,000 લેખે કુલ રૂ.3.84 લાખ વ્યાજ ચૂકવ્યું હતું જ્યારે રાજકોટના શિવકુ ખાચર પાસેથી રૂ.2.10 ટકા વ્યાજ લીધા હતા જેના બદલામાં તેણે ફરિયાદીની પત્નીના સહીવાળા અને રકમ ભયર્િ વગરના પાંચ ચેક કઢાવી લઈ ફરિયાદી પાસેથી અત્યાર સુધીમાં કુલ રૂપિયા 4.80 લાખ વ્યાજ વસૂલ કર્યું છે.

આ સિવાય ફરિયાદી ગૌતમ બોરીચા પાસેથી રૂપિયા બે લાખ 8 ટકા વ્યાજે લીધા હતા જેના બદલામાં 3.84 લાખ વ્યાજ ચૂકવ્યું હોવા છતાં હજુ વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરે છે તેમજ આરોપી વાલા ભરવાડ પાસેથી અઢી લાખ વ્યાજે લીધા હતા જેના બદલામાં તેણે ફરિયાદીના પુત્રના સહીવાળા રકમ ભયર્િ વગરના ત્રણ ચેક લઈ લીધા હતા અને ફરિયાદી પાસેથી રૂ.1,00,000 વ્યાજ વસૂલ કર્યું છે આમ ફરિયાદીએ આરોપીઓએ વ્યાજે આપેલ રકમના બદલામાં મૂળ રકમ તથા વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વ્યાજની રકમની અવારનવાર ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા આરોપી શિવકુ તથા વાલા ભરવાડે ફરિયાદી પાસેથી ચેક લઈ લીધા હોય જે રિટર્ન કરાવવાની ધમકી આપે છે. આરોપી ગૌતમ બોરીચાએ વ્યાજની ઉઘરાણી માટે વેપારીને ઢીકાપાટુનો માર માર્યો હતો.
વ્યાજખોરોની ધમકીઓથી કંટાળી જઈ વેપારીએ જસદણ પણ છોડી દીધું હતું પરંતુ આ સમયે તેઓ પરિવારના સંપર્કમાં હોય તેમણે હિંમત આપતા અંતે તેમણે આ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 323, 384, 387, 504, 506(2) અને મનીલેન્ડ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ ટી.બી.જાની ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application