જામનગરમાં રોજી બંદર તરફનો માર્ગ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત

  • June 13, 2023 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કારણ વગર પસાર થનારા લોકોની સઘન પૂછપરછ, ચેકિંગ

વાવાઝોડાની દહેશતના પગલે જામનગર જિલ્લાનું વહીવટીતંત્ર સાબદુ બન્યું છે. દરિયામાં ભરે કરંટ હોવાથી ત્યાં માણસોની અવર જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે .અને આ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવા મા આવ્યું છે. ગઈકાલે પોલીસે માર્ગ બંધ કરી જાહેરનામાં ની કડક અમલવારી શરૂ કરી છે.
બિપરજોય નામનું ચક્રવાત સમુદ્ર માં આકાર પામ્યું છે.અને અને તે સૌરાષ્ટ્રના સાગરકાંઠે ટકરાવાની શક્યતા છે. પરિણામે સરકારની સૂચના થી જામનગરનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.
જામનગરના દરિયામાં ભારે કરંટ હોવાથી ત્યાં લોકો ની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું અધિક જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે .જેની અમલવારી માટે પોલીસ દ્વારા રોઝી બંદર નાં માર્ગ ઉપર બેરિકેટની આડશ મૂકી દેવા મા આવી છે અને ફરજ નાં ભાગ રૂપે જતા કર્મચારી અધિકારી સિવાય કોઈ ને પણ બંદર માર્ગે જવા દેવા મા આવતા નથી સંભવિત વાવાઝોડાના પગલે જાહેરનામાનો અમલ કરવા પોલીસ ટૂકડીઓ દ્વારા ગઈ સાંજથી બંદોબસ્ત ગોઠવીને ચેકિંગ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application