પોલીસ દ્વારા 15 સ્થળે દરોડા : યાદવનગર, સત્યસાંઇનગર, મોટી ભલસાણ, ગણપતનગર, સુભાષપરા, હાપા સ્ટેશન, જોડીયા, અપીયા, મધુરમ સોસાયટી, ન્યુ ઇન્દીરા કોલોની, વાયુનગર, હાપા, આરીખાણા, ગોકુલનગરમાં મહિલાઓ સહિતના જુગારીઓની અટક : રોકડ, વાહન, મોબાઇલ સહિત લાખનો મુદામાલ કબ્જે
જામનગર શહેર, જીલ્લામાં શ્રાવણીયા જુગારની જમાવટ બાદ ભાદરવો પણ ભરપુર હોવાનું પકડાતા જુગારીઓના કારણે જોવા મળી રહયુ છે, પંથકમાં પોલીસે 15 સ્થળોએ દરોડા પાડીને મહિલાઓ સહિત 80 જુગારીઓને પકડી લીધા હતા અને લાખોનો મુદામાલ કબ્જે કર્યો છે. યાદવનગર, સત્યસાંઇનગર, મોટી ભલસાણ, ગણપતનગર, સુભાષપરા, હાપા સ્ટેશન, જોડીયા, અપીયા, મધુરમ સોસાયટી, ન્યુ ઇન્દીરા કોલોની, વાયુનગર, હાપા, આરીખાણા, ગોકુલનગર વિસ્તારમાં પોલીસ ત્રાટકી હતી.
જામનગરના યાદવનગર ભીડાવાળી વાડી પાસે રહેતા નાથા સોલંકી નામનો શખ્સ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી તિનપતી જુગારનો અખાડો ચલાવે છે એવી બાતમીના આધારે સીટી-સી પોલીસે દરોડો પાડી જુગાર રમતા નાથા દેવા સોલંકી, યાદવનગરના નારણ ડાડુ નંદાણીયા, તિરુપતી સોસાયટીના મંગા લખમણ મકવાણા, શિવનગરના સોમા અરશી વસરા અને તિરુપતીના રવજી બાલા જાંબુસાને રોકડા 27290 અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.
બીજા દરોડામાં યાદવનગર મંદિર પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા યાદવનગરના કલ્પેશ નાથા સોલંકી, ભકિતનગરના વિજય મારખી કરમુર, યાદવનગરના ફાઇનાન્સના ંધાર્થી દિલીપ ભોજા કરમુર અને દિનેશ ચંદુ ગોહીલને રોકડ 20180 સાથે દબોચી લીધા હતા, જયારે ગણપતનગરમાં તિનપતીનો જુગાર રમતા ગણપતનગરના રમીલાબેન ગુલાબ મહીડા, સમર્પણ સોસાયટીમાં રહેતા ચોકીદાર નાથા દેવા ચાવડા, ગણપતનગરના મેઘજી રામજી બોચીયા, પ્રકાશ વિજય પરમારને રોકડા 2960 સાથે અટકાયત કરી હતી.
મધુરમ સોસાયટીમાં તિનપતીનો જુગાર રમતા શોભનાબેન ભુપત ગોહીલ, રાજલબેન ભુપત ગોહીલ અને રંજનબેન અશોક સીતાપરા રહે. ત્રણેય મધુરમની અટકાયત કરી રોકડા 1390 કબ્જે કયર્િ હતા. આ ઉપરાંત ગુલાબનગર સત્યસાંઇનગરમાં ભાવીકાબેન પોતાના રહેણાંક મકાને નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે એવી હકીકતના આધારે દરોડો પાડીને સત્યસાંઇનગરમાં રહેતી ભાવિકાબેન ઉર્ફે ભુમીબેન અજય શ્રીવાસ્તવ, રેખાબેન રમેશ વારા, આદીત્યપાર્ક-3માં રહેતા રાભીયાબેન જાહીદ કાદરી સૈયદ, મોહનનગર આવાસના સવીતાબેન પ્રવિણ મઢવી, બારદાનવાલા કોમ્પ્લેક્ષમાં રહેતા યુકિતબેન હિતેશ ચૌહાણ, ગુલાબનગરના કુંદનબા ભરતસિંહ જાડેજા, કંચનબા મોતીસિંહ જાડેજા, સિન્ડીકેટ સોસાયટીના રીટાબા ચંદ્રસિંહ જાડેજાને રોકડા 52800, 6 મોબાઇલ, ગંજીપતા મળી કુલ 1.32.800ના મુદામાલ સાથે અટકાયત કરી હતી.
અન્ય દરોડામાં પંચકોશી-એના હેડ કોન્સ નિર્મળસિંહ જાડેજાને એવી બાતમી મળી હતી કે જામનગર નજીક મોટી ભલસાણ ગામમાં વિનોદભાઇની વાડીની ઓરડી પાસે પવનચકકીની બાજુમાં જાહેરમાં લાઇટના અંજવાળે તિનપતીનો જુગાર રમાય છે જે હકીકતના આધારે દરોડો પાડીને જુગાર રમતા મોટી ભલસાણ ગામના સંજય અરશી ચોચા, હરેશ જયસુખલાલ ત્રિવેદી, વિનોદ મેસુર છૈયા, પાલા ધરણા ભેડેળા, હેમત નાગદાન ચાવડા અને અરશી જીવા સુવાને પકડી પાડી 37810ની રોકડ તથા 6 મોબાઇલ, 3 મોટરસાયકલ મળી કુલ 1.42.810નો મુદામાલ કબ્જે કર્યો હતો.
જયારે શંકરટેકરી સુભાષપરામાં તિનપતીનો જુગાર રમતા સુભાષપરાના મુકેશ ધીરુ વાઘેલા, કલ્પેશ રમેશ માલાણી, રમેશ ધીરુ સીતાપરા, રાહુલ નાનજી પાટડીયા, આરીફ રફીક બ્લોચ, રફીક વલીમામદ નોયડાને રોકડા 10300 સાથે દબોચી લીધા હતા. તેમજ હાપા રેલ્વે સ્ટેશન વિસ્તાર મોતીપાર્કમાં જુગાર રમતા મોતીપાર્કના શિલ્પાબેન વિક્રમ વરાણીયા, લાખુબેન હંસરાજ જંડારીયા, ધ્રોલના રવીનાબેન વિજય કાઠીયા, શકિત સોસાયટીના ધીરજબેન ભીખુ રાઠોડ, રમાબેન દિપક પરમાર, ક્રિષ્નાપાર્ક જયપાલ જયેશ ચાવડાને રોકડા 4630 સાથે અટકાયત કરી હતી.
જોડીયાના કોળીવાસમાં જુગાર રમતા હાલ માજોઠીનગરમાં રહેતા દિનેશ પરસોતમ ધામેચા, જોડીયાના વિનોદ મોહન ધામેચાને પકડી પાડી રોકડા 2930 કબ્જે લીધા હતા, જયારે અજય મોહન ધામેચા અને અમિત મણીલાલ ધામેચા ભાગી ગયા હતા, લાલપુરના અપીયા ગામમાં જુગાર રમતા અપીયા ગામના દેવશી દેવરખી ગાગલીયા, દેવશી વીરા ગાગીયા, અરજણ નાથા નંદાણીયા, અશ્ર્વીન ગોવા નંદાણીયા, ચારણતુંગીના રમેશ દેવાયત જોગલ, અપીયાના દેશા ખોડા ખોરાસીયા, જસાપરના વેજા વરવા નંદાણીયાને રોકડા 90 હજાર તથા 3 મોબાઇલ મળી 96 હજારના મુદામાલ સાથે દબોચી લીધા હતા, જયારે અરશી ભાયા નંદાણીયા નાશી છુટયો હતો.
આ ઉપરાંત જામનગરના ન્યુ ઇન્દીરા કોલોની પાછળ જુગાર રમતા કૈલાશનગરના નોધા લખમણ ધ્રાંગુ, માધવબાગના મે સામત આંબલીયા, પ્રમુખ પાર્કના નારણ પાલા ચાવડા, એપલ ગેઇટ નજીક રહેતા ભીમા રાજશી બેડીયાવદરા, અવધનગરીના હરપાલસિંહ અજીતસિંહ જાડેજાને રોકડા 10280 સાથે દબોચી લીધા હતા, વાયુનગર પ્લોટ નં. 333 ખાતે કિશોર નામનો શખ્સ મકાનમાં જુગારનો અખાડો ચલાવતો હોય, સીટી-સી પોલીસે દરોડો પાડી કિશોર શંભુ પુરબીયા તથા નરેશ કાનસીંગ પરમાર, યોગેશ્ર્વરધામના નવીન જીવા રાઠોડ, વાયુનગરના મયુર છગન ભીલ, પુષ્પક પાર્કના સંતોષ મોહન વાજરકા, દિપક વેલજી વાજરકા, રાજીવનગરના અમૃત બાબુલાલ મકવાણા, સેનાનગરના મુસ્તાક હબીબ ખફીને રોકડા 20710, એક રીક્ષા, 3 બાઇક અને ગંજીપતા મળી 1.80.710ના મુદામાલ સાથે પકડી પાડયા હતા.
હાપા મંદિરની પાછળ ગંજીપતા વડે જુગાર રમતા રેલ્વે કોલોનીના ચેતનાબા લખુભા ચૌહાણ, વેલનાથ સોસાયટીના ડીમ્પલબેન ચેતન બોરસાણીયા, સોનબેન ના બોરસાણીયા, જયશ્રીબેન ના બોરસાણીયા અને ક્રિષ્નાપાર્કના રીટાબેન મયુરગીરી ગોસ્વામીને રોકડા 4640 સાથે અટકમાં લીધા હતા. જયારે લાલપુરના આરીખાણામાં તિનપતીનો જુગાર રમતા આરીખાણાના મહેશ રામા ચાંગેચા, અનિલ મગન સીતાપરા, સવજી રાણા દાફડા (રહે. ગાંધીનગર જયેશ પાલા એરંડીયા, વિશાલ વીનુ પાટડીયાને રોકડા, 11300 સાથે દબોચી લીધા હતા.
અન્ય દરોડામાં ગોકુલનગર રડાર રોડ રામનગરમાં તિનપતીનો જુગાર રમતા કુંવરબેન કારા કંડોરીયા, પાબીબેન સુભાષ પાઉ, ઝાંજીબેન દેવશી ગોજીયા, જોશનાબેન લાલજી સોલંકી, ગીતાબેન શૈલેષ વજેવાડીયા, હીરીબેન વજુ માડમ, અજાઇબેન ભીશી પાઉ અને જયોસનાબા જટુભા જેઠવાની અટકાયત કરી રોકડા 12570 અને ગંજીપતા જપ્ત કયર્િ હતા.
આ ઉપરાંત જામજોધપુરના મહીકીથી પાટણ રોડ પર તિનપતીનો જુગાર રમતા કલ્પેશ મગન કુડેચા, જેસીંગ ચકા કુડેચા, રોહીત ભના કુડેચા, મુળજી ચકા કુડેચા, મોરજરના પોલા છગન ગાગડીયા, મહીકીના રમેશ ચોથા કુડેચા, રાહુલ ત્રિભુવન ગાગડીયાને રોકડા 14150 સાથે દબોચી લીધા હતા, જયારે મેવાસા આંબરડી ગામમાં જુગાર રમતા કુલદીપ ભરત પાટડીયા, અર્જુન ભીખા રાઠોડ, તરસાઇના સુરેશ વીરજી મેથાણીયા, ભરત જીવા પાટડીયા, જેન્તી પુના કુડેચા અને મોલ લાલાભાઇ ચૌહાણને રોકડા 10230 અને ગંજીફા સાથે પકડી પાડયા હતા.
અન્ય દરોડામાં લાલપુરના ખીરસરા ગામના ચોરા પાસે જુગાર રમતા સલીમ અબ્બાસ જરવાર, ચુનીલાલ પરબત સોનગરા, અમજત સમસુર જરવાર, મેઘજી પરબત સોનગરા, ભરત ચુનીલાલ સોનગરા, મગન પાંચા સોનગરા, નવી પીપરના વેજા કચરા કેશવાલા, ખીરસરાના જેરામ રામા સોનગરા, કાંતીલાલ પ્રેમજી સોનગરા, અબ્દુલ સકર જરવારને રોકડા 26600 સાથે પકડી લીધા હતા, જયારે જામનગરના માધવબાગ-1માં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ખેરાજ રાણા માતંગ, અમરશી કમા પરમાર, વૈશાલીબેન વિજય રાઠોડ, ભીનીબેન નારણ બોદર અને કમુબેન રમેશ ગોરડીયા રહે. ખેતવાડીને અટકમાં લઇ રોકડા 10500 જપ્ત કયર્િ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech