વિપક્ષના વિરોધ વચ્ચે જામ્યુકોનું ા.1368.70 કરોડનું બજેટ બહુમતીથી પસાર: મહાનગરપાલિકાની બજેટ માટેની જનરલ બોર્ડની બેઠકમાં કુતરા-ઢોરના ત્રાસ ઉપરાંત ગંદકી, ટ્રાફિક સમસ્યા, સ્મશાન બનાવવા, ટેન્કરો દોડાવવા, ભાડામાં જતી રકમ રોકવા, મોટા વેરા બાકીદારો પર રહેમ નજર સહિતના મુદે ઉગ્ર બન્યા વિપક્ષી નગરસેવકો
જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું ા.1368.70 કરોડનું અંદાજપત્ર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી બહાલ કરી નાખવામાં આવ્યું છે જો કે આ બજેટ બેઠકમાં અંદર અને બહાર વિપક્ષી નગરસેવકો દ્વારા કુતરાઓના ત્રાસ, ઢોરની સમસ્યા, ગંદકી સહિતના પ્રશ્ર્ને ઉગ્ર રજૂઆતો કરી હતી, દેખાવો કયર્િ હતાં અને પાયાની સમસ્યાથી પ્રજાને વંચીત રાખીને તથા મુળભુત સમસ્યાને અવગણીને વિકાસના માસ્કની પાછળ રહેલી ત્રાસદાયક સમસ્યાઓ પરથી પડદો ઉઠાવ્યો હતો અને તમામ વિપક્ષી નગરસેવકોએ સતાધારીઓને આડે હાથ લીધા હતાં.
ગઇકાલની બજેટ બેઠકમાં સ્ટે.કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ બજેટ અંગે સ્પીચ આપી હતી અને મેયર વિનોદભાઇ ખીમસુરીયાને બજેટ દરખાસ્ત સુપ્રત કરી હતી, બજેટ અંગેની બેઠકમાં સતાધારીઓ તરફથી બજેટનો ભરપુર વખાણ કરવામાં આવ્યા હતાં, નગરસેવકો ગોપાલ સોરઠીયા, સુભાષ જોશી, આશિષ જોશી, ડિમ્પલ રાવલ વગેરેએ બજેટની દરખાસ્તને બિરદાવી હતી.
જો કે મહાનગરપાલિકાના વિપક્ષ દ્વારા બજેટની આ બેઠકમાં લોકોને રંઝાડતી, સતાવતી અને નાસુર બનેલી સમસ્યાઓ સંબંધે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો, દરેક વિપક્ષી નગરસેવકો પોતાના એજન્ડા સાથે અને હોમવર્ક કરીને આવ્યા હતાં, જેના આધારે સતા પર પ્રશ્ર્નોની પસ્તાળ પાડી હતી.
વિપક્ષી નેતા ધવલ નંદાએ વર્ષ 2018ના બજેટમાં શહેરમાં ત્રીજુ સ્મશાન બનાવવાની કરવામાં આવેલી જાહેરાતને યાદ અપાવીને આ મુદે સતાધારીઓને ઘેયર્િ હતાં અને કહ્યું હતું કે, મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવ્યા બાદ સતાધીશો આ યોજના જાણે વિસરી ગયા હોય એ રીતે ત્રીજુ સ્મશાન બનાવવાની વાતને અભેરાઇએ ચડાવી દેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય શહેરોમાં જેમ મહાનગરપાલિકા સ્મશાનનો વહિવટ સંભાળે છે તેમ અહીં કેમ સંભાળવામાં આવતો નથી ? તેવો પણ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો.
પૂર્વ વિપક્ષી નેતા અસ્લમ ખીલજીએ કાલાવડ નાકાના જર્જરીત પુલનો વિકાસ કામોમાં સમાવેશ કરવામાં નહીં આવ્યાની વાત પર વિરોધ દશર્વ્યિો હતો અને કહ્યું હતું કે સમર્પણ સર્કલથી મહાપ્રભુજીની બેઠક સુધીના પુલના કામ માટે 60 કરોડ મંજુર કરાયા છે પરંતુ આ જર્જરીત પુલનો સમાવેશ કરવામાં આવ્યો નથી, આ ઉપરાંત માંડવી ટાવરથી હવાઇચોક સુધી ડીપી કપાત માટે 11 વર્ષ પહેલા નિર્ણય થઇ ગયો હોવા છતાં હજુ સુધી કામ થયું નથી, તો શું તેની પાછળ કોઇનું દબાણ કારણભૂત છે ? વિકાસ કામોમાં જાણી જોઇને વિપક્ષના પ્રશ્ર્નોનો સમાવેશ નહીં કરીને સતાધીશો ખંધી રમત રમી રહ્યા હોવાનો ઇશારો એમના દ્વારા કરાયો હતો.
નગરસેવીકા રચનાબેન નંદાણીયાએ ઉગ્ર અને આક્રમક રજૂઆતો કરી હતી અને ખાસ કરીને શહેરની ગલી-ગલીમાં વકરેલા કુતરાઓના ત્રાસ અને તેની સામે વામણા સાબિત થયેલા સતાધીશોની નીતિ પરથી પડદો ઉઠાવ્યો હતો, કુતરાઓના ખસીકરણ માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે ? એવો સવાલ પણ એમને ઉઠાવ્યો હતો, સાથે-સાથે ઢોર પકડવાની કામગીરી પણ જાણે માત્ર એક તમાસો હોવાનું એમણે કહ્યું હતું અને કુતરાઓના ત્રાસ, ઢોરની સમસ્યા, પાણીની સમસ્યા, ગંદકી જેવા સાચા અને પાયાના પ્રશ્ર્નોની સતાધીશો દ્વારા અવગણના થતી હોવાનું કહ્યું હતું.
નગરસેવક આનંદ રાઠોડે કહ્યું હતું કે, વ્યાજ માફી યોજના તો સારી છે પરંતુ બાંધકામો રેગ્યુલરાઇઝડ કરવાની જરીયાત છે, આ ઉપરાંત એમણે કહ્યું હતું કે, પાણી માટે જંગી ખર્ચ કરવામાં આવે છે, પરંતુ અફસોસ છે કે આજે પણ શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં ટેન્કર મારફત પાણી આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત એમણે એમ પણ કહ્યું હતું કે, આજે પણ અનેક આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે, છેલ્લા 10 વર્ષથી એક પણ નવી સ્કુલ જામ્યુકોએ બનાવી નથી.
પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફીએ કહ્યું હતું કે, હાઉસ ટેકસના ઉઘરાણા કરવા જયારે મહાપાલિકાની ટીમ નિકળે છે ત્યારે નાના અને વગ વગરના મઘ્યમ વર્ગના બાકીદારોના ઘરની સામે ઢોલ વગાડીને એમને ક્ષોભજનક સ્થિતિમાં મુકવામાં આવે છે જયારે મોટા બાકીદારો પાસે જામ્યુકોનું તંત્ર વામણું પુરવાર થાય છે. રેલ્વે પાસે મસમોટી રકમ બાકી છે તેની કોઇ વસુલાત થતી નથી. ભૂર્ગભ ગટર યોજના જે 100 કરોડની હતી તેનું કદ આજે 500 કરોડ થઇ ગયું છે છતાં આ યોજના પૂર્ણ થઇ શકી નથી તે ભારે અફસોસની વાત છે.
નગરસેવિકા જેનબ ખફીએ જનતાને પહેલા લાઇટ, પાણી, ભૂગર્ભ ગટર, સફાઇ અને ગંદકીના ત્રાસથી દુર કરવા જેવી પ્રથમ અને પ્રાથમિક સામાન્ય જરીયાતો આપો અને પછી વિકાસના કામોના પ્લાન બનાવો એવી ટકોર કરી હતી. આ ઉપરાંત એમણે બીનખેતી થયા બાદ ડેવલોપરો દ્વારા પુરતી સુવિધાઓ અપાતી નથી એવા અનેક દાખલા બન્યા છે છતાં આવા બિલ્ડરની એનઓસી કેમ રદ કરાતી નથી ? એવા સવાલો કયર્િ હતાં.
ટુંકમાં બજેટની બેઠકમાં વિપક્ષો દ્વારા સતાધીશો પર આક્રમણ કરવામાં આવ્યું હતું અને વાસ્તવિક રીતે જામનગરની જનતા માટે નાસુર બનેલા કુતરાના ત્રાસ, ઢોરની સમસ્યા, ટ્રાફિક, પાર્કિંગનો પ્રશ્ર્ન સહિતના પ્રજાના પ્રાથમિક પ્રશ્ર્નો સંબંધે વાત ઉઠાવીને એવો આડકતરો ઇશારો કર્યો હતો કે, વિકાસના માસ્કની નીચે વાસ્તવમાં જામનગરની જનતાના ભાગમાં ત્રાસ આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMરાજકોટ જિલ્લામાં રેશનિંગ જથ્થો સપ્લાય ન કરનાર એજન્સીને ૧૮.૨૫ લાખનો દડં
December 23, 2024 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech