શ્રી રામનાથજી શંકર ટેકરી વિસ્તાર રામજી અને હનુમાનજીના દર્શનથી લોકો રામમય બની ગયા, હિન્દુ સેના બાળગીત દ્વારા લોકો આકર્ષિત થયા બહેનો તથા ભાઈઓએ રાસ ગરબા અને તલવાર રાસથી આનંદ માણ્યો
જામનગર દિગ્વિજય પ્લોટ શંકર ટેકરી વિસ્તાર રામનગરના ખૂણે આવેલ શંકરના મંદિરેથી રામ નવમી નિમિત્તે રામસવારીનું પ્રસ્થાન કરી શ્રી રામ અને શ્રી હનુમાનજી સ્વરૂપે રામસવારી બપોરે 1:30 વાગ્યે વાંજતે ગાજતે હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ, આ વિસ્તારના કોર્પોરેટર પ્રવિણસિંહ જાડેજા, બીજેપીના હિતેશ શેઠિયા દ્વારા પ્રસ્થાન કરાવી શંકર ટેકરીના મુખ્ય માર્ગો પર જય શ્રી રામના નાદ સાથે રામ સવારી ફરી અને લોકો રામમય બની ગયા હતા. રામસવારી પ્રસ્થાન વખતે ચારણ સમાજ, ભણસાલી સમાજ, રાજપૂત સમાજ અને અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમ જ આ જ ચોકમાં દૂધ કોલ્ડ્રીંક ની પ્રસાદી અને રામ સવારીના સન્માન સાથે ભવ્ય આયોજન કરેલ હતું. રામસવારી દરમિયાન રસ્તામાં આગળ જતા ગાયત્રી ચોકમાં ગાયત્રી ગરબી મંડળના ગોપાલભાઈ રાઠોડની ટીમ દ્વારા શરબત અને આગળ જતા વિજયભાઈ કોડીની ટીમ દ્વારા શરબત અને ડીજેથી રાજેન્દ્રસિંહ રાઠોડ ની ટીમ દ્વારા રામસવારીનું સ્વાગત તેમજ અલગ અલગ પ્રસાદીના કેમ્પ હતા. અંતમાં સુભાષ પરા શેરી નંબર એક ખાતે રામસવારીનું સ્વાગત તેમજ તમામ રામભક્તો માટે ફલ્હાર નું આયોજન હિન્દુ સેના શહેર પ્રમુખ દીપકભાઈએ કરેલ હતું.
આરામ સવારીમાં ભગવાન શ્રીરામની ભૂમિકા યુવરાજ મહેતા તેમજ હનુમાનજીની ભૂમિકામાં અભયરાજસિંહ ચુડાસમા એ ભજવેલ હતી, હિન્દુ સેના વિભાગ અધ્યક્ષ અશોકભાઈ સોલંકી, એડવોકેટ અલ્પેશ, જિલ્લા યુવા ઉપપ્રમુખ ધીરેન નંદા, શહેર યુવા ઉપપ્રમુખ હિરેન માવાણી, શહેર મંત્રી મયુર ચંદન, સહમંત્રી સંજય ધનવાણી, પૂર્ણકાલીન કિશન નંદા, હર્ષ ભાનુશાળી, જયપાલસિંહ રાઠોડ, રોહિત નાનવાડી, હિરેન ચંદન, મહેશ વસરા, મેહુલ મહેતા, ઉમ ભાનુશાળી, જીલ બારૈયા સહિત જવાબદાર સૈનિકો ખાસ ઉપસ્થિત રહી રામ સવારીની શોભા વધારી હતી. આ સવારીમાં શરૂઆતથી જ સુભાષ પરાના બહેનો ડ્રેસકોડ સાથે રાસગરબા અને તલવારબાજીથી રામમય બની રામ સવારીમાં જોડાયા હતા. રામસવારીનું સંચાલન સંકટ ટેકરી રામસવારી વ્યવસ્થા સમિતિના મુંજાભાઈ ચારણ, બાલુભા જાડેજા, મયુરસિંહ રાઠોડ, અભેસિંગ જાડેજા, સંજય આલિતા, શિવમ ચૌહાણ, હિરેન નંદા, સિધ્ધરાજસિંહ રાઠોડ, બાલાભાઈ ચારણ, વિક્રમ જેઠવા, રામુ મદ્રાસી, નવીનભાઈ, રવિ લાખાણી, સોહિલ સોલંકી, સહિતનાએ કર્યું હતું.
શંકર ટેકરીના હિન્દુ સેના બાળ ગ્રુપ દ્વારા રામ લક્ષ્મણ જાનકીની કુટીર સાથે જોડાયેલા હતા, આ ફૂટીરે શંકર ટેકરી ની રામ સવારીમાં વિશેષ આકર્ષણ જમાવેલ હતું. જેમાં હિન્દુ સેના બાળ ગ્રુપને હિન્દુ સેનાના ગૌતમ ગુજરાતી અને જશવંત મકવાણા દ્વારા બાળકોમાં ધર્મ પ્રત્યેની લાગણી જળવાઈ રહે તે હેતુથી રામસવારીમાં સુશોભિત કરી રામસવારીની શોભા વધારી હતી.
રામ નવમી ની રામસવારી દરમિયાન શંકર ટેકરીમાં સીટી ' સી ' પોલીસ સ્ટેશનના પી. આઇ શ્રી જે. વી. ચૌધરી સાહેબ અને પી. એસ. આઇ શ્રી એસ.એમ સિસોદિયા સાહેબ અને તેમના સ્ટાફ તેમજ સી.આઇ. ડી , એલ. આઇ. બી ના અધિકારીઓની ખાસ ઉપસ્થિતિ સાથે રામ સવારીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલ હતો, છેલ્લા પાંચ વર્ષથી શરૂ કરનાર આરામ સવારીના મુખ્ય કન્વીનર દીપકભાઈ પિલ્લાઈ દ્વારા સવારીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેથી સંકટ ટેકરી વિસ્તારમાં હિન્દુ ધાર્મિક તહેવારોમાં ધર્મ પ્રત્યેની ભાવના અને લોકો રામમય બની રહે તેઓ ધાર્મિક માહોલ ઊભો કરવા અથાગ પ્રયત્ન કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગિરનાર પરિક્રમામાં સુદ્રઢ વ્યવસ્થા જાળવવા મનપા અધિકારીએ ખાસ પોર્ટલ વિકસાવ્યું
November 15, 2024 11:24 AMરાજકોટમાં આર્કિટેકટના મકાનમાંથી ૬.૨૫ લાખની ચોરીમાં કાલાવડના ખડધોરાજીનો શખસ ઝડપાયો
November 15, 2024 11:22 AMસ્માર્ટ સ્કૂલની સંખ્યા વધી જતાં વીજળીના બિલમાં પણ મસમોટો વધારો થયો
November 15, 2024 11:18 AMલા–નીના સક્રિય થવાથી ઠંડી ભુક્કા કાઢશે: IMD
November 15, 2024 11:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech