જામનગરમાં અડધા ઈચ વરસાદમાં લાઈટ ગુલ થતાં લોકો હેરાન-પરેશાન

  • June 24, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પીજીવીસીએલની પ્રી-મોનસુન કામગીરીના ધજાગરા ઉડયા: કેટલાક ફીડરો બંધ; અમુક વિસ્તારોમાં તો ૪ થી ૫ કલાક સુધી લાઈટ બંધ...


જામનગર જિલ્લામાં ગઈકાલે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. દિવસભર અસહ્ય ઉકળાટ અને બફારા બાદ રાત્રે વાતાવરણમાં પલટો આવતા ભારે વરસાદ વરસ્યો હતો. માત્ર બે થી ત્રણ કલાકમા અડધો ઈચ  વરસાદ વરસ્યો હતો. અને માત્ર અડધા ઈચ જેટલા વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં લાઈટ ગુલ થતાં લોકો ખૂબ હેરાન પરેશાન થયા હતા.


જામનગર શહેરમાં સવારથી ભારે ઉકળાટ અને બાફ વચ્ચે  સાંજે ૭  વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જામનગર, લાલપુર, ખંભાળિયા અને આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ આવ્યો હતો. અને અમુક ગામડાઓમાં પણ લાઈટ ગુલ થઈ હતી. 


વરસાદ આવતાની સાથે જ લાઈટ ગુલ થઈ ગઈ હતી. અમુક ફીડરો બંધ થતાં અમુક વિસ્તારમાં ૫ થી ૭ કલાક સુધી લાઈટ બંધ હતી સાથે અમુક વિસ્તારમાં લાઈટ ઓછા વોલ્ટજ સાથે એકાદ કલાક આવી હતી અને પછી પાછી લાઈટ ગુલ થઈ હતી.


જયારે કાલાવડ ઉપરાંત આજુબાજુના નિકાવા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો હોવાના વાવડ મળ્યા હતા.જામજોધપુર ગ્રામ્યમાં પણ તોફાની પવન સાથે વરસાદ પડયો હતો જેમાં શેઠ વડાળા, નરમાણા, સમાણા, બાવરીદળ વગેરે પંથકમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડયા હોવાનુ જાણવા મળ્યુ હતુ.


પ્રથમ વરસાદ આવતા જ પીજીવીસીએલની પ્રી મોનસુન કામગીરીના ધજાગરા ઉડયા હતા. જામનગરના પ્લોટ વિસ્તારમાં ૫ કલાક લાઈટ ગુલ હતી. સાથે શરૂ સેકશન વિસ્તારમાં પણ લાઈટ ૬ કલાક સુધી બંધ હતી અને મધ રાત્રે ૩:૩૦ કે ૪ વાગ્યે લાઈટ ઓછા વોલ્ટેજ સાથે આવી હતી. આ ઉપરાંત હરસદમીલની ચાલી, સાધના કોલોની વિસ્તારમાં પણ લાઈટ ૪ થી ૫ કલાક સુધી બંધ રહી હતી.


લોકોને રાત્રે લાઈટ ન હોવાથી નિંદરમા પણ પરેશાની થઈ હતી. રાત્રે લોકો ઘરની બહાર સુતા હતા ખાસ કરીને બાળકોને વધુ પરેશાની થઈ હતી . 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News