પોલીસ પકડથી બચવા ભાગી રહેલો બુટલેગર સ્કૂટર સાથે પટકાઈ પડ્યો હોવાથી દારૂની કોથળીઓ તૂટી જતાં સમગ્ર વિસ્તારમા દુર્ગંધ પ્રસરી
જામનગર તા ૧૬, જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાંથી સ્કૂટરમાં દેશી દારૂ નો જથ્થો લઈને જઈ રહેલા બુટલેગરનો પોલીસે પીછો કરતાં ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા. ભાગી રહેલો સ્કૂટર ચાલક એકાએક માર્ગ પર પડ્યો હતો, અને તેની દારૂની કોથળીઓ માર્ગ પર ફૂટી જતાં સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ પ્રસરી હતી. પોલીસે ઇજાગ્રસ્ત બનેલા બુટલેગરની અટકાયત કરી લઈ તેનું સ્કૂટર તથા બાકી રહેલો દેશી દારૂ કબજે કર્યો છે.
આ દરોડા ની વિગત એવી છે કે જામનગરનો સીટી સી. ડિવિઝન નો પોલીસ સ્ટાફ ખોડીયાર કોલોની વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યો હતો, જે દરમિયાન એસવીઇટી કોલેજ નજીકના ભાગમાં રહેતો રવિ બચુભાઈ દેગામા નામનો એક દારૂનો ધંધાર્થી પોતાના એક્સેસ સ્કૂટર ની ડેકીમાં તેમજ આગળના ભાગમાં દેશી દારૂની કોથળીઓ નો જથ્થો લઈને જાહેરમાં નીકળી રહ્યો હતો.
પોલીસે જેનો પીછો કરવાનો પ્રયત્ન કરતાં બુટલેગર રવિ ના ભાગવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા, અને પોતાના સ્કૂટર સાથે સ્લીપ થયો હતો, અને તેને સામાન્ય ઇજા થઈ હતી.
ઉપરાંત દેશી દારૂની કેટલીક કોથળીઓ તૂટી ગઈ હતી અને માર્ગ પર દેશી દારૂ ઢોળાયો હોવાના કારણે આસપાસના વિસ્તારમાં દેશી દારૂની દુર્ગંધ પ્રસરી હતી. જેથી રાહદારીઓ, વાહનચાલકો, તેમજ સ્થાનિક દુકાનદારો પરેશાન થયા હતા.
સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે બુટલેગર રવિ દેગામાની અટકાયત કરી લીધી હતી, અને તેનું સ્કૂટર તથા બચી ગયેલો દેશી દારૂ કબજે કર્યો હતો, અને સીટી સી. ડિવિઝન પોલીસમાં મથકે લઈ જઈ તેની પ્રાથમિક સારવાર કર્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech