ગોવાણા ગામમાં અગાઉના વાંધાના કારણે યુવાનને માર માર્યો

  • October 17, 2023 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુરના ગોવાણા ગામમાં અગાઉના વાંધાના કારણે રબારી યુવાનને ઢીકાપાટુનો માર મારીને ધમકી દેતા ત્રણ સામે ફરિયાદ કરી છે.



લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં આવેલા રબારીવાસમાં રહેતા લખમણ વરશીંગભાઇ ભાંગરા (ઉ.વ. ર8) નામના યુવાને ગઇકાલે લાલપુર પોલીસમાં ગોવાણા ગામના રાણા નાથા ભાંગરા, જીવા બુધા ભાંગરા અને ધના નથુ ભાંગરાની વિઘ્ધ ફરિયાદ કરી હતી.


આરોપીઓએ પાંચ-છ વર્ષ પહેલા ગાયો, ભેંસો બાંધવાના વાળા બાબતનો વાંધો હોય, જેનો ખાર રાખીને તા. 1પ ના રોજ ગોવાણા ગામમાં પાણીના ટાંકા પાસે ફરિયાદી લખમણભાઇને ઢીકાપાટુનો માર મારી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.


બાવરીવાસમાં દેશી દાની ભઠ્ઠી પર દરોડો


જામનગરમાં ખુલ્લી ફાટક બાવરીવાસમાં રહેતા અજય ઉર્ફે અજલો ચંદુ પરમાર નામનો શખ્સ પોતાના રહેણાંક ઝુપડે દાની ભઠ્ઠી ચલાવે છે, એવી બાતમીના આધારે સીટી સી પોલીસે દરોડો પાડી 30 લીટર દેશી દા, 6ર0 લીટર આથો અને ચાલુ ભઠ્ઠી સાધનો સાથે તેને પકડી લીધો હતો.


જામનગરમાં બીમારી સબબ મહિલાનું મૃત્યુ


જામનગરના રણજીતનગર શાકમાર્કેટ પાસે રહેતા ગીતાબેન વલ્લભભાઇ બારૈયા (ઉ.વ. 37) નામના મહિલાને કોઇ બીમારી હોવાથી 108 મારફતે સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું, આ અંગે મોમાઇનગરમાં રહેતા સામાજિક કાર્યકર હિતેશગીરી ગોસાઇ દ્વારા સીટી સી પોલીસમાં જાણ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application