ગાંધીના ગુજરાતમાં 3 વર્ષમાં લિકર હેલ્થ પરમિટમાં 58%નો વધારો થયો

  • December 28, 2023 09:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં 3 વર્ષમાં લિકર હેલ્થ પરમિટ ધારકોની સંખ્યામાં 58%નો વધારો નોંધાયો છે. રાજ્યના નશાબંધી વિભાગના ડેટા અનુસાર, નવેમ્બર 2020 માં 27,452 લિકર હેલ્થ પરમિટ ધારકો હતા જયારે હવે આ આંકડો 43,470 સુધી પહોચ્યો છે, સૂત્રોએ જણાવ્યું હતું કે પરમીટનું રીન્યુઅલ ઘટ્યું છે અને નવી અરજીઓ પર પણ ઝડપથી પ્રક્રિયા કરવામાં આવી રહી છે, જેનાથી રાજ્યમાં દારૂની દુકાનોના વેચાણમાં વધારો થયો છે.

નવેમ્બર 2020 માં 40,921 પરમિટ ધારકોની તુલનામાં, રાજ્યમાં આ વર્ષે 6% વધુ પરમિટ ધારકો છે, અમદાવાદમાં 13,456 પરમિટ ધારકો છે, જે ગુજરાતમાં સૌથી વધુ છે, ત્યારબાદ સુરત (9,238), રાજકોટ (4,502), વડોદરા (2,743), જામનગર (2,039) અને ગાંધીનગર (1,851) છે. સુત્રોએ જણાવ્યું હતું કે,અનિદ્રા, ચિંતા અને હાયપરટેન્શનની વધતી જતી ઘટનાઓને કારણે 40 વર્ષથી વધુ ઉંમરના લોકો દારૂની હેલ્થ પરમિટ માટે અરજી કરી રહ્યા રાજ્યના પ્રતિબંધ અને આબકારી વિભાગે પણ દારૂની પરમિટની અરજીઓ મંજુર કરવામાં ઝડપી છે. પરિણામે, એકંદર સંખ્યા વધી રહી છે, વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ એવો પણ સંકેત આપ્યો હતો કે મૃત વ્યક્તિઓના કિસ્સામાં કેટલીક પરમિટ આપોઆપ રદ થઈ જાય છે. સમગ્ર અમદાવાદ અને ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં 2023માં દારૂનું એકંદર વેચાણ 20% વધ્યું છે.

શહેરના એક હોટેલિયરે જણાવ્યું હતું કે,પરમિટ ધારકોની સંખ્યા વધવા સાથે, વેચાણ વધારે છે. વેચાણમાં વૃદ્ધિમાં ફાળો આપ્નાર મુખ્ય પરિબળ વિઝિટર પરમિટ છે. આ વખતે, મુલાકાતીઓની પરમિટમાં 30%નો વધારો થયો છે, જેનું મુખ્ય કારણ અહીં યોજાયેલી જી20 ઇવેન્ટ્સની સીરીઝ ઉપરાંત વર્લ્ડ કપ છે. શહેરમાં પ્રીમિયમ દારૂની માંગ એક વર્ષમાં 40% વધી છે. પરમિટ સ્ટોરના માલિકો અનુસાર પ્રીમિયમ અને આયાતી વાઇન ઉપરાંત ભારતીય અને આયાતી બંને સિંગલ માલ્ટની માંગ વધુ છે. વોડકા અને સફેદ રમની પસંદગી પણ વધી રહી છે. હાઈ ડીમાંડને કારણે એક વર્ષમાં સિંગલ માલ્ટ અને વાઇન સહિતની આયાતી દારૂની અમારી પ્રાપ્તિમાં 40%નો વધારો થયો છે.

હજુ થશે વધારો, ઘણી અરજીઓ પેન્ડીંગ

ગુજરાતમાં હાલમાં લગભગ 77 હોટેલોમાં પરમિટ-દારૂની દુકાનો છે અને શહેરમાં વધુ હોટલો આવવાની સાથે, સંખ્યા વધવાની તૈયારી છે. રાજ્યના નશાબંધી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે નવા દારૂની દુકાનો માટેની વધુ અરજીઓ પાઈપલાઈનમાં છે. સૂત્રો મુજબ, રેડિસન બ્લુ, ફોર્ચ્યુન સિલેક્ટ, અમદાવાદમાં અદાણી શાંતિગ્રામ કેમ્પસ પર બેલ્વેડેર ગોલ્ફ અને ક્ધટ્રી ક્લબ, મોરબીમાં હોટેલ સેવન પેરેડાઈઝ અને ભુજમાં રમાડાની કેટલીક હોટેલ્સ છે જેણે એફએલ1 અને એફએલ2 લાયસન્સ માટે અરજી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application