ગઈકાલની સરખામણીને આજે રાજકોટ, નલિયા, ભુજ સહિતના સેન્ટરોમાં લઘુતમ તાપમાનનો પારો નીચે ઊતર્યેા છે. માંડ એકાદ ડિગ્રી કેટલું તાપમાન ઓછું થયું છે. ત્યારે બીજી બાજુ પોરબંદર ઓખા વેરાવળ અમરેલી અમદાવાદ ડીસા વડોદરા અને સુરત સહિતના સેન્ટરોમાં લઘુત્તમ તાપમાનનો પારો સામાન્ય ઉંચકાયો છે. કયાક ઠંડીમાં થોડો વધારો થયો છે તો કયાંક ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. અમુક જગ્યાએ ગઈકાલ જેવું જ તાપમાન આજે રહેવા પામ્યું છે.
હવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ગઈકાલે રાજકોટમાં ૧૪.૮ અને આજે ૧૩.૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભુજમાં ગઈકાલે ૧૭.૩ અને આજે ૧૩.૪ નલિયામાં આજે ૧૧.૨ અને ગઈકાલે ૧૨.૮ ડીગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે.
યાં લઘુતમ તાપમાન આજે ઉચકાયું છે તેવા સેન્ટરની વાત કરીએ તો ઓખામાં અડધો ડિગ્રીના વધારા સાથે આજે ૧૯.૬ પોરબંદરમાં ગઈકાલે ૧૩.૯ અને આજે ૧૫.૨,વેરાવળમાં ગઈકાલે ૧૭.૨ અને આજે ૧૭.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ડીસામાં ગઈકાલે ૧૧.૫ ડિગ્રી લઘુતમ તાપમાન હતું તે આજે સવારે ૧૨.૩ ડિગ્રી થયું છે. અમદાવાદમાં અડધો ડિગ્રીના વધારા સાથે આજનું લઘુતમ તાપમાન ૧૩.૪ ડિગ્રી રહ્યું છે. વડોદરામાં પારો એક ડિગ્રી ઉચકાયો છે અને ૧૩.૨ ડિગ્રી આજનું લઘુતમ તાપમાન રહ્યું છે. સુરતમાં પણ એક ડિગ્રીના વધારા સાથે આજનું લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રી રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ આજે રાયના અનેક વિસ્તારોમાં ઘટી ગયું છે. જોકે સમગ્ર રાયમાં સૌથી ઐંચું ભેજનું પ્રમાણ સવારે રાજકોટમાં ૯૧ ટકા રહેવા પામ્યું હતું અને તેના કારણે સવારે વાતાવરણમાં ઝાકળની ભીનાશ પણ રસ્તા પર અને વાહનોમાં જોવા મળી હતી. ગિરનાર પર્વત ઉપર આજે એકાદ ડિગ્રી તાપમાન વધ્યું છે. ૮.૪ ડિગ્રી લઘુતમ તાપમાન ગિરનાર પર્વત પર નોંધાયું છે. જુનાગઢમાં ૧૩.૪ અને ભવનાથ તળેટીમાં ૧૧.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬% રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech