જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભગત ખીજડીયા ગામમાં રહેતા એક બુઝુર્ગ કે જેઓએ પોતાની બીમારીથી કંટાળી જઈ ઘરમાં પડેલા ઘઉં માં રાખવાના ઝેરી દવાના ટીકડા ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડ ના ભગખીજડિયા ગામમાં રહેતા અલીભાઈ ઇસ્માઈલભાઈ નામના ૬૮ વર્ષના બુઝુર્ગ કે જેઓ છેલ્લા કેટલાક સમયથી કમર અને મણકા તેમજ ગોઠણ ના દુખાવાની બીમારીથી પીડાતા હતા. જે બીમારી સહન થઈ શકતી ન હોવાથી તેઓએ ઘઉંમાં રાખવાના જંતુનાશક દવાના ટીકડા ખાઈ લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેઓને સારવાર માટે ગોંડલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના પુત્ર અમિનભાઈ અલીભાઇએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅક્ષય કુમારે ઓહ માય ગોડ 3ની તૈયારી શરુ કરી દીધી
May 20, 2025 01:41 PMકાલાવડના નિકાવા ગામે તિરંગાયાત્રા
May 20, 2025 01:34 PMસલાયામાં ગુનેગારોના બાંધકામો પર આજે ફર્યુ બુલડોઝર
May 20, 2025 01:27 PMદમણથી દ્વારકા જતો દારુ ભરેલો ટ્રક પકડાયો: રૂા. ૪૬.૧૨ લાખનો મુદામાલ જપ્તઃ બે ફરાર
May 20, 2025 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech